ભરૂચ ખાણ ખનીજ વિભાગ દ્વારા રૂપિયા ખનીજ ચોરી માટે 47.23 લાખ તથા પર્યાવરણીય નુકશાનીના વળતર માટે 19.36 લાખ સહીત કુલ 66.60 લાખનો દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો

ઝનોર ગામે 27 હજાર મે.ટન રેતીનું ગેરકાયદેસર ખનન કરનારા લીઝધારકને 66.60 લાખ દંડ

ભરૂચ તાલુકાના ઝનોર ગામના જ્યંતિભાઈ મંગુભાઈ વાળંદ નાઓએ ગામના ભાથામાં માટી ખનન થતું હોય તેમજ ગેકાયદેસર માટી ખનન મુદ્દે ફરિયાદ કરી હતી. જે અંગે ભરૂચ જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા જીપીએસ મારફતે તપાસ કરવામાં આવતા જીપીએસ માં સરકારી જમીનની બાજુમાં આવેલ સર્વે નંબર 260ની ખાનગી જમીનમાં 26,990.89 મેટ્રિક ટન ખનન થયું હોય તેવું સામે આવતા તપાસ કરતા આ જગ્યા ઉર્વશીબેન રાજુભાઈ પટેલ દ્વારા મોટા પ્રમાણમાં માટી ખનન થયું હોય જેના પગલે તપાસ દરમ્યાન જેની સામે ફરિયાદ કરવામાં આવી હતી. તેમની પત્નીના નામે જ આ ખનન થયું હોય જેના કારણે ખાણ ખનીજ વિભાગ દ્વારા સ્થળ નિરીક્ષણ કરી ખોદકામ કરેલ જગ્યા ઉપર માપણી કરી લાખો ટન માટી સગેવગે કરી હોય જેના આધારે ભરૂચ ખાણ ખનીજ વિભાગ દ્વારા રૂપિયા ખનીજ ચોરી માટે 47.23 લાખ તથા પર્યાવરણીય નુકશાનીના વળતર માટે 19.36 લાખ સહીત કુલ 66.60 લાખનો દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો હોય અને છતાં પણ માટી ખનન ચાલી રહ્યું હોય તેવા આક્ષેપ ફરિયાદીએ કરી ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, ભરૂચ જિલ્લામાં આવેલી રેતીની લીઝોમાંથી બેફામ રીતે રેતીનું ખનન કરવામાં આવી રહયું છે તેમ છતાં ખાણ અને ખનીજ વિભાગની કામગીરી ઢીલી દેખાઇ આવે છે.



રિપોર્ટર ભરૂચ

પિયુષ મીસ્ત્રી

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખારવા પંચ યુવા સમિતિ દ્વારા ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વિશિષ્ટ સન્માન

વેજલપુર પારસીવાડ માં એક મકાન ધરાશાય થતા એક કામદાર મકાન નીચે દટાયો

સહજાનંદ એવન્યુ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ: રહીશોએ લીધો પ્રકૃતિ જતનનો સંકલ્પ