ભરૂચ જિલ્લા પંચાયત નું રું. 22.66 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર

ભરૂચ જિલ્લા પંચાયત નું રું. 22.66 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર

રું.2.29 કરોડ નું પુરાંતવાળુ બજેટ મંજૂર

 


ભરૂચ જિલ્લા પંચાયતના સ્વભંડોળના રું.22.66 કરોડ સહિત રાજય પ્રવૃત્તિનાં અનુદાન સહિત કુલ રૂા. 838.15 કરોડનો વ્યાપ ધરાવતાં બજેટને સામાન્ય સભામાં સર્વાનુમતે મંજૂરી ની મ્હોર મારવામાં આવી હતી.

 પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયાની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત સભાખંડ ખાતે સામાન્ય સભા મળી હતી.જેમાં ગત વર્ષ નું સુધારેલ બજેટ અને આગામી 2024 -25ના 2.28 કરોડ ની પુરાંત વાળું બજેટ જેમાં રું.22.66 કરોડ ની આવક સામે રું.20.37 નો ખર્ચ અંડાજવા માં આવેલ બજેટને મંજૂર કરવા સાથે વિવિધ 11 એજન્ડા પર ચર્ચા વિચારણા કરી મંજૂરી ની મ્હોર મારવામાં આવી હતી.

ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે બજેટનો વ્યાપ વધારવામાં આવ્યો હતો. જેમાં પંચાયત અને વિકાસ ક્ષેત્રમાં સ્ટેમ્પ ડયુટીના વિકાસનો કામોમાં રૂા. 8 કરોડની જોગવાઈ કરેલી છે. જે ગત વર્ષે રૂા.6,25 કરોડની જોગવાઈ કરેલ હતી. આરોગ્ય ક્ષેત્રે રૂા. 2.31 કરોડ પશુપાલન ક્ષેત્રમાં રૂા.3.02 લાખમાંથી વધારો કરીને રૂા. 5 લાખની જોગવાઈ કરેલ છે..જાહેર બાંધકામ ક્ષેત્રે ગત વર્ષે સુધારેલ જોગવાઇ રૂા. 6.98 કરોડ હતી, જે આ 7,31 કરોડ કરેલ છે.નાની સિંચાઇ ક્ષેત્રમાં રૂા.44.50 લાખની જોગવાઈ કરેલ છે, જે ગત વર્ષે રૂા.28 લાખ હતી.

આવી જ રીતે પંચાયતનાં સ્વભંડોળમાં વધારો થાય તે માટે ભરૂચ જિલ્લાના હોડીઘાટ અને જિલ્લા પંચાયતની મિલકતોને ભાડાની આવક વધુ થાય તેવા પ્રયત્નોના ભાગરૂપે પારદર્શક ઓનલાઇન ટેન્ડર અને જેમ પોર્ટલ પરથી હોડીઘાટની હરાજી કરવામાં આવેલ હોવાનું જિલ્લા પંચાયત ના પ્રમુખ મહેન્દ્ર સિંહ વાંસદિયા એ જણાવી બજેટ ને સર્વાંગી વિકાસ લક્ષી ગણાવ્યું હતું. સામાન્ય સભામાં જિલ્લા વિકાસ અધિકારી પી.આર જોષી ,કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિત વિવિધ સમિતિના ચેરમેન અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.


રિપોર્ટર ભરૂચ

પિયુષ મીસ્ત્રી

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખારવા પંચ યુવા સમિતિ દ્વારા ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વિશિષ્ટ સન્માન

વેજલપુર પારસીવાડ માં એક મકાન ધરાશાય થતા એક કામદાર મકાન નીચે દટાયો

સહજાનંદ એવન્યુ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ: રહીશોએ લીધો પ્રકૃતિ જતનનો સંકલ્પ