સ્તંભેશ્વર તીર્થ સ્થાન નજીક સમુદ્રમાં માછીમારોને મળ્યું અઢી ફૂટનું તરતું સ્ફટીકનું શિવલિંગ મળતા કુતુહલ સજયું

ગજબઃ સ્તંભેશ્વર તીર્થ સ્થાન નજીક સમુદ્રમાં માછીમારોને મળ્યું અઢી ફૂટનું તરતું સ્ફટીકનું શિવલિંગ, જુઓ VIDEO

જંબુસર તાલુકાનાં કાવી ગામના માછીમારોને ધનકા તીર્થ અખાતમાંથી અનોખુ શિવલિંગ મળી આવ્યું



દરિયાના પાણીમાં તરતુ શિવલિંગ જોઈ માછીમારો ચોકી ઉઠ્યા

તરતુ શિવલિંગ બોટમાં 12થી 15 માણસોની મદદથી કાવી બંદરે લાવતા ભક્તોની ભીડ ઉમટી

         ખાસ શિવલિંગમા શેષ નાગ, શંખ સહિત દ્રશ્યમાન

દક્ષિણના સોમનાથ ગણાતા ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી-કંબોઈ સ્થિત સ્તંભેશ્વર તીર્થ સ્થાનથી થોડેક જ દૂર દરિયામાં ધનકા તીર્થ અખાત બંદરેથી માછીમારોને અઢી ફૂટનું તરતું સ્ફટિકનું શિવલિંગ મળી આવતા ભક્તિનો સાગર છલકાઈ ઉઠ્યો છે.



જંબુસર તાલુકાનાં કાવી ગામના માછીમારોને ધનકા તીર્થ અખાતમાંથી દરિયાના પાણીમાં તરતુ શિવલિંગ મળી આવતા શિવ ભક્તોનું ધોડાપૂર ઉમટી રહ્યું છે.

નર્મદામાં કંકર એટલા શંકરની ભૂમિ ભરૂચ જિલ્લામાં અનેક શિવ મંદિરો આવેલા છે. ત્યારે આજરોજ વહેલી સવારે જંબુસર તાલુકાનાં કાવી ગામમાં રહેતા કાલિદાસ વાઘેલા સહિતના માછીમારો નિત્યક્રમ મુજબ મહીસાગર સંગમ સાબરમતીમાં મચ્છી પકડવા ગયા હતા. જેઓ મચ્છી પકડી રહ્યા હતા તે સમયે માછલી પકડવાની જાળમાં કઈક ભારદાર વસ્તુ ફસાઈ જતાં માછીમારોએ તેને જોતાં તરતુ શિવલિંગ હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા.

બે માછીમાર યુવાનોએ તેને જાળમાંથી બહાર કાઢી ઊચકી જોતાં તે નહીં ઉચકાતાં અન્ય 12થી વધુ લોકોએ દોરડા વડે તેને ઊંચકી બોટમાં લઈ આવ્યા હતા અને કાવી બંદરે પહોંચતા જ શિવલિંગ મળ્યું હોવાની વાત વાયુવેગે ગામમાં પ્રસરી જતાં શિવ ભક્તોની ભીડ જામી હતી.

લોકોએ શુધ્ધ પાણીથી શિવલિંગને અભિષેક કરી જોતાં તેમાં શેષ નાગ,શંખ,મુર્તિ દ્રશ્યમાન થઈ હતી. અનોખુ શિવલિંગ જોતાં જ શિવ ભક્તોએ હર હર મહાદેવના નારા લગાવ્યા હતા. આ અઢી ફૂટનું શિવલિંગ સ્ફટિક પથ્થરમાંથી બન્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.

રિપોર્ટર જંબુસર

દેવાગ મીસ્ત્રી

#gujaratniparchhai

Comments

Popular posts from this blog

ખારવા પંચ યુવા સમિતિ દ્વારા ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વિશિષ્ટ સન્માન

વેજલપુર પારસીવાડ માં એક મકાન ધરાશાય થતા એક કામદાર મકાન નીચે દટાયો

સહજાનંદ એવન્યુ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ: રહીશોએ લીધો પ્રકૃતિ જતનનો સંકલ્પ