ભૃગુધરાનો આજે જન્મદિવસ:સ્થાપનાથી વેપારીમથક રહેલું બ્રોચ વાર્ષિક 6,000 કરોડથી વધુના સામાનની વૈશ્વિક નિકાસને આંબ્યું

ભૃગુધરાનો આજે જન્મદિવસ:સ્થાપનાથી વેપારીમથક રહેલું બ્રોચ વાર્ષિક 6,000 કરોડથી વધુના સામાનની વૈશ્વિક નિકાસને આંબ્યું


પાવન સલિલા મા નર્મદાના કિનારે ભુગૃઋષિએ કાચબાની પીઠ પર વસંતપંચમીના દિવસે ભરૂચ નગરની સ્થાપના કરી હતી. ભરૂચની સ્થાપનાકાળથી જ વેપારી મથક તરીકે ગણના થતી હતી. શહેરના ફૂરજા બંદર ખાતે દેશ તથા વિદેશમાંથી આવતાં જહાજો લાંગરતા હતાં. કપાસ, નાળિયેર, તેજાના સહિતના માલસામાનનો વેપાર થતો હતો. અંગ્રેજ શાસનમાં બ્રોચ તરીકે ઓળખાતું આપણું શહેર હવે ભરૂચ બની ચુકયું છે. રંગ, રસાયણ, પેટ્રોકેમિકલ્સ, ખાતર, જંતુનાશક દવા સહીતનું ઉત્પાદન કરતાં હજારો ઉદ્યોગો ધમધમી રહયાં છે.



દેશના વાણિજ્ય મંત્રાલયે ગત વર્ષે જાહેર કરેલાં નિકાસના આંકડાઓમાં ભરૂચે 6 હજાર કરોડથી વધુની નિકાસ કરી હોવાની વિગતો બહાર આવી હતી. ભરૂચમાંથી ઓર્ગેનિક તથા ઇનઓર્ગેનિક કેમિકલ તથા કોપરની સૌથી વધારે નિકાસ થઇ છે. ભરૂચ જિલ્લો વિશ્વના 180 દેશો સાથે વૈશ્વિક વેપાર ધરાવે છે. ભૂતકાળમાં માત્ર દરિયાઇ માર્ગે થતા વેપારની હવે ફલક વિસ્તરી છે.

હવાઇ, દરિયાઇ તથા સડક માર્ગે માલસામાનની નિકાસ કરી ભરૂચ જિલ્લો દેશના અર્થતંત્રને ધબકતું રાખે છે. ભરૂચ શહેર તથા જિલ્લામાં આવેલાં ઉદ્યોગો હવે તેમના માલસામાનને ટ્રેન કે ટ્રકો મારફતે મુંબઇ સહિતના બંદરોએ મોકલે છે અને ત્યાંથી કન્ટેનરો વિદેશમાં જતાં હોય છે. ભરૂચ જિલ્લાના ઉદ્યોગોનું વાર્ષિક ટર્નઓવર 2 લાખ કરોડ કરતાં પણ વધારે છે.

વસંત પંચમી એટલે ભૃગુઋષિનો પ્રાગટ્ય દિવસ.આ દિને દાંડિયા બજાર સ્થિત મંદિરે ઋષિની પ્રતિમાને ખાસ કર્મકાંડી બ્રહ્માણો દ્વારા કેસર સ્નાન કરાવાશે. જેની વિધિ સવારે 6:45 થી 7:45 સુધી યોજાશે.આશરે 100 વર્ષોથી ભૃગુઋષિની પ્રતિમાને કેસર સ્નાન કરાવવામાં આવી રહયું છે.




ભરૂચ અને અંકલેશ્વરને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ટવીન સીટી બનાવવાની જાહેરાત કરી હતી પણ આજે પણ જૂનુ અંકલેશ્વર અને જુનુ ભરૂચ જોવા મળી રહયું છે. બંને શહેરોને જોડતો એક માત્ર ગોલ્ડનબ્રિજ હતો તેના બદલે નવો નર્મદા મૈયા બ્રિજ બન્યો છે પરંતુ તેના સિવાય કોઇ અન્ય કામગીરી ટવીન સીટીને લઇ જોવા મળતી નથી.



બ્રિટિશ રાજ દરમ્યાન ભરૂચ અધિકૃત રીતે બ્રોચ તરીકે ઓળખતાં હતાં. ભરૂચનો ઉત્તરોત્તર વિકાસ અગત્યનાં બંદર, વેપારી મથક અને એક સમયે જહાજવાડા તરીકે થયો હતો. ભરૂચ યુગોથી ફક્ત પૂર્વ-પશ્ચિમ વચ્ચે જ નહી, પરંતુ ભારતની અંદર પણ નર્મદાકાંઠે વિકસેલા ધનાઢ્ય રજવાડાઓ અને છેક ગંગા કાંઠા અને દિલ્હી સુધીના વિસ્તારો માટે વાહનવ્યવહાર પુરો પાડી શકતું હતું.ઈ.પૂ. 500ના ગાળામાં ભરૂચની ખ્યાતી દરિયાઈ અને જમીન એમ મિશ્ર માર્ગે વેપાર કરતા અરબ અને ઈથિઓપિઆનાં વેપારીઓમાં પહોંચેલી હતી. આ વેપારીઓ તેમનો માલ પશ્ચિમમાં છેક ઇજિપ્ત, ગ્રીસ, પર્શિયન રાજ્યો, રોમન સામ્રાજ્ય, અને વેનિસ સુધી પહોંચાડતા હતાં.

રિપોર્ટર ભરૂચ

પિયુષ મિસ્ત્રી

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખારવા પંચ યુવા સમિતિ દ્વારા ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વિશિષ્ટ સન્માન

વેજલપુર પારસીવાડ માં એક મકાન ધરાશાય થતા એક કામદાર મકાન નીચે દટાયો

સહજાનંદ એવન્યુ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ: રહીશોએ લીધો પ્રકૃતિ જતનનો સંકલ્પ