ભરૂચના અતિથિ રિસોર્ટમાં સમૂહ લગ્નોત્સવમાં કારના કાચ તોડી 12 લાખના સોનાના દાગીના ભરેલી બેગની ઉઠાંતરી

ભરૂચના અતિથિ રિસોર્ટમાં સમૂહ લગ્નોત્સવમાં કારના કાચ તોડી 12 લાખના સોનાના દાગીના ભરેલી બેગની ઉઠાંતરી



અતિથિ રીસોર્ટ પર બ્રાહ્મણ સુવર્ણકાર સમાજ દક્ષિણ ગુજરાતના સમૂહમાં આવેલા અમદાવાદના સોનીની કારનો કાચ તોડી 12 લાખના દાગીના ભરેલું બેગ ઉઠાવી તસ્કરો પલાયન થઈ ગયા હતા. અંગેની જાણ થતાં જ લગ્નમાં આવેલા સોની પરિવારમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો હતો.ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને LCB સહિતનો કાફલો સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી છે.



જોકે અત્રે ઉલ્લેખનીય છે કે અહિયાં સીસીટીવી કેમરા બંધ હતા.



 ભરૂચના લુવારા નજીક આવેલા અતિથિ રીસોર્ટમાં બ્રાહ્મણ સુવર્ણકાર સમાજ દક્ષિણ ગુજરાતના સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં સમગ્ર ગુજરાતમાંથી સુવર્ણ સમાજના લોકો આવ્યા હતાં.જેમાં અમદાવાદના બ્રિજેશ સોની પણ પોતાની મોટર કાર લઈને આવ્યા હતા. તેઓ બપોરના 3 વાગ્યાના અરસામાં પોતાની ગાડીમાં સોનું તેમજ રોકડ મૂકી લગ્ન પ્રસંગમાં ગયા હતા. જ્યારે સાંજના તેઓ પોતાની કાર પાસે જઈને જોતા ચોકી ગયા હતાં. કારણ કે તેમની કારનો કાચ તોડીને અંદર મુકેલી 12 લાખના દાગીના ભરેલું બેગ કોઈ ચોરી ગયું હતું.

સમગ્ર વાતનું જોર અતિથિ રીસોર્ટના સીસીટીવી કેમેરા બંધ હતા કે જાણી જોઈને બંધ કરવ્યા એ વાત સોની પરિવારએ પોલીસ ને જાણ વધુ ધ્યાન કરવા કહ્યું હતું.

અતિથિ રિસોર્ટ મા પાર્કિંગ કરેલી ગાડીમાંથી બેગની ચોરી થઈ હોવાનું માલુમ થતાં તેઓએ પોલીસને જાણ કરી હતી. જેથી સ્થાનિક પોલીસ સહિત LCB પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. 

આ મામલે સોની પરિવારે અતિથિ રિસોર્ટ સામે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે,રિસોર્ટના સીસીટીવી ચોરી થઈ તે સમયે બંધ હતા. તેમજ તેમના સિક્યુરિટી ગાર્ડ પણ હાજર ન હોવાના આક્ષેપ કર્યા હતા.જોકે હાલમાં પોલીસે આ મામલે સોની પરીવારની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

રિપોર્ટર ભરૂચ

પિયુષ મિસ્ત્રી

#gujaratniparchhai 


Comments

Popular posts from this blog

ખારવા પંચ યુવા સમિતિ દ્વારા ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વિશિષ્ટ સન્માન

વેજલપુર પારસીવાડ માં એક મકાન ધરાશાય થતા એક કામદાર મકાન નીચે દટાયો

સહજાનંદ એવન્યુ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ: રહીશોએ લીધો પ્રકૃતિ જતનનો સંકલ્પ