ભરુચ શહેરમાં વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ આપવા સાથે સ્માર્ટ સિટીનો દરજ્જો આપવા માંગ
ભરુચ શહેરમાં વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ આપવા સાથે સ્માર્ટ સિટીનો દરજ્જો આપવા માંગ
ભરુચ ચેમ્બર ઓફ કોમર્સ એંડ ઈન્ડસ્ટ્રી દ્વારા ભરુચને સ્માર્ટ સિટીનો દરજ્જો આપવા અને વંદે ભારત ટ્રેનના સ્ટોપની માંગ સાથે જિલ્લા કલેકટરને એક આવેદન પત્ર પાઠવવામા આવ્યું હતું.
ભરુચ જિલ્લા કલેકટર કચેરી ખાતે ભરુચ ચેમ્બર ઓફ કોમર્સ એંડ ઈન્ડસ્ટ્રીના કિરણ મજમુદાર અને અન્ય સભ્યોએ એક આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ભરુચ જિલ્લો વૈશ્વિક ઓળખ ધરાવે છે.ત્યારે શહેરમાં પ્રાથમિક સુવિધાઓની જરૂર છે.આરોગ્ય લક્ષી,પાર્કિંગ, પબ્લિક ટ્રાન્સપોર્ટ, ગગનચુંબી ઈમારતોનું સંચાલન, સ્માર્ટ ઈમારતોનું નિર્માણ, કુદરતી આફતો માટે મોટા પ્રયાસો શરૂ કરવા જરૂરી છે.આધુનિક ટેક્નોલૉજી અપનાવી વધુ વિકાસ કરવા માટે ભરુચ શહેરને સ્માર્ટ સિટી તરીકે જાહેર કરવાની માંગ કરવામાં આવી છે.જ્યારે ઐતિહાસિક,ઔધ્યોગિક ક્ષેત્રે પણ ભરુચ જિલ્લો વિશ્વ ભરમાં જાણીતો છે.
ત્યારે જીલ્લામાં ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમએ ઘણા વાઇબ્રન્ટ ઔદ્યોગિક ઝોનની સ્થાપના કરી છે. ભરૂચને એક સમૃદ્ધ આર્થિક પાવરહાઉસમાં પરિવર્તિત કર્યું છે.જીલ્લામાં આઠ મોટી ઔદ્યોગિક વસાહતો છે.અન્ય વિકાસ થઈ રહ્યો છે.તેવામાં ભવિષ્યમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચૈન્નાઈને જોડતો ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર ભરૂચ જિલ્લામાંથી પસાર થઈ રહ્યો છે.ત્યારે જીલ્લામાં ઉધ્યોગકારો,વેપારીઓ તેમજ વિકાસને હરણ ફાળ રીતે આગળ વધી રહેલ જિલ્લાને ધ્યાનમાં રાખી વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
રિપોર્ટર ભરૂચ


Comments
Post a Comment