ઉતરાયણ ના તહેવારમાં ભરૂચ 108 એમ્બ્યુલન્સ સેવા માટે 19અને 80જેટલા કર્મચારી ખડે પગે હાજર રહશે

ઉતરાયણ ના તહેવારમાં ભરૂચ 108 એમ્બ્યુલન્સ સેવા માટે 19અને 80જેટલા કર્મચારી ખડે પગે હાજર રહશે 

ઉતરાયણ તહેવાર 14 મી અને 15 મી જાન્યુઆરીના રોજ નજીક આવી રહ્યો છે ત્યારે ગુજરાતમાં આશરે ૨૬ ટકા જેટલા ઈમરજન્સી કોલ્સમાં વધારો નોંધાવાની શક્યતા છે. 

વર્ષ 2024 માં ઉતરાણના તહેવારમાં અનુમાન કરવામાં આવે છે કે સામાન્ય દિવસોમાં આશરે 3,607 જેટલા કોલ્સ નોંધાય છે જે ઉતરાણના દિવસે આશરે 4545 એટલે કે 26 ટકા જેટલા થવાની સંભાવના છે. ઉત્તરાયણનો ઉત્સવ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે આ સાથે આ ઉત્સવ દરમિયાન ખાસ કરીને માર્ગ અકસ્માતના કેશો, ટ્રોમા નોનવેહિક્યુલર જેવા કે પડી જવાથી, શારીરિક હુમલા અને માનવમાં દોરીથી કપાઈ જવાની ઘટનાઓ હોય સાથે સંબંધિત છે. 

આ તહેવારમાં સુરક્ષા એ પ્રાથમિકતા છે અંને તમામ નાગરિકોને જવાબદારી પૂર્વક ઉતરાણની ઉજવણી કરવા વિનંતી કરવામાં આવે છે. આ સાથે કોઈપણ ઈમરજન્સીના કિસ્સામાં 108 ડાયલ કરતા અચકાશો નહીં. આ ઉતરાયણને બધા માટે આનંદમય સલામત ઉજવણી બનાવીએ.

જો ભરૂચ જિલ્લાની વાત કરીએ તો નોર્મલ દિવસોમાં ભરૂચ 108 એમ્બ્યુલન્સમાં આશરે 84 જેટલા કેસો નોંધાતા હોય છે પરંતુ ભૂતકાળના ડેટાનો પૃથ્થકરણ કરતા 14 જાન્યુઆરી 2024 ના રોજ આશરે 113 કેસ એટલે કે 34.52 ટકા અને 15 મી જાન્યુઆરીના રોજ 91 જેટલા કેસો એટલે કે 8.33% જેટલો વધારો જોવા મળશે એ અનુમાન કરવામાં આવી રહ્યું છે.


*ઉતરાયણ માં શું કરવું.......*

૧. સેફટી ગાઈડલાઈન્સનુ પાલન અવશ્ય કરવું

૨. સલામત જગ્યાએથી જ પતંગ ઉડાડવા

૩. રસ્તો ઓળંગતા કે વાહન ચલાવતા સાવચેત રહેવું

૪. અગાસી કે પતંગ ઉડાડવાની જગ્યા પર ફર્સ્ટ એડ બોક્સ સાથે રાખવું

૫. કોઈપણ ઈમરજન્સી જણાય તો 108 ડાયલ કરવો


*ઉતરાયણ માં શું ન કરવું...*


૧. પોતાની સાવધાનીના પગલાને નકારવા નહીં

૨. ઈલેક્ટ્રીક થાંભલા કે પાવર લાઈન ની આજુબાજુથી પતંગ ઉડાડવા નહીં

૩. પતંગની દોરીમાં અણીદાર વસ્તુ કે નુકસાન કરે તેવું કોઈ પણ વસ્તુ કે મટીરીયલ દૂર કરવું


રિપોર્ટર ભરૂચ

પિયુષ મિસ્ત્રી

9574080141

#gujaratniparchhai

Comments

Popular posts from this blog

ખારવા પંચ યુવા સમિતિ દ્વારા ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વિશિષ્ટ સન્માન

વેજલપુર પારસીવાડ માં એક મકાન ધરાશાય થતા એક કામદાર મકાન નીચે દટાયો

સહજાનંદ એવન્યુ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ: રહીશોએ લીધો પ્રકૃતિ જતનનો સંકલ્પ