વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરતા હાંસોટ ગામના ગ્રામવાસીઓ

વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરતા હાંસોટ ગામના ગ્રામવાસીઓ

કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયુ

કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ ગામે ગામ સુધી પહોંચે તેવા ઉદ્દેશ્યથી હાંસોટ તાલુકાના હાંસોટ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. જ્યાં ગ્રામજનો દ્વારા રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.

આ પ્રસંગે, વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને તેના ઉદ્દેશ વિષે ગ્રામજનોને માહિતગાર કરાયા હતા. તેમજ વિવિધ શાખાઓના અધિકારીઓ દ્વારા કેન્દ્ર અને રાજય સરકારની પોષણ અભિયાન, પી.એમ કિસાન સન્માન નિધી, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ,જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, આઇ.સી.ડી. એસ વિભાગ, પશુપાલન માટેની વિવિધ વિભાગોની યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં આવી હતી. આરોગ્ય કેમ્પમા ટી.બી.રોગની તપાસ અને સીકલસેલની પણ તપાસ કરવામાં આવી હતી. 


આ અવસરે મહાનુભવોના હસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. પોષણ અભિયાન, પી.એમ.જે.વાય, સખી મંડળ, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા.

આ પ્રસંગે હાંસોટ ગામ ખાતે તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી ધનસુખભાઇ સી વસાવા, જીલ્લા પંચાયત સભ્ય શ્રી રમેશભાઇ વસાવા, તાલુકા પંચાયત માજી ઉપપ્રમુખ શ્રી ગેમલસિંહ પટેલ, એ.પી.એમ.સી ચેરમેન શ્રી અનંતભાઇ પટેલ, માજી કારોબારી અધ્યક્ષ શ્રી જયેશભાઇ ડી પટેલ, તાલુકા પંચાયત સભ્ય-શ્રીમતિ હિના કૌસલ, તેમજ મદદનીશ તાલુકા વિકાસ અધિકારીશ્રી,નાયબ મામલતદારશ્રી હાંસોટ, અન્ય વિભાગના અધિકારી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

   #gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખારવા પંચ યુવા સમિતિ દ્વારા ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વિશિષ્ટ સન્માન

વેજલપુર પારસીવાડ માં એક મકાન ધરાશાય થતા એક કામદાર મકાન નીચે દટાયો

સહજાનંદ એવન્યુ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ: રહીશોએ લીધો પ્રકૃતિ જતનનો સંકલ્પ