ભરૂચ સક્રિય પત્રકાર સંઘના આગામી ૨૦૨૪ ના વર્ષના કેલેન્ડરનું પ્રમુખ તેમજ વડીલ સભ્યોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું
ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
સંઘના કેલેન્ડરનું વિમોચન તેમજ સહયોગીઓ અને ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સભ્યોનું સન્માન કરાયું
ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા નવ વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના સી.એમ.પાર્ટી પ્લોટ ખાતે ભરૂચ જીલ્લાના પત્રકારોના સંગઠન ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા સભ્યો તેમજ તેમના પરિજનો માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ એક સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સંઘના પ્રમુખ જયશીલ પટેલે સૌને આવકારવા સાથે સંસ્થાના સભ્યો તેમજ સમાજીક સેવા કાર્યોની માહિતી આપી હતી.
આ પ્રસંગે ભરૂચ સક્રિય પત્રકાર સંઘના આગામી ૨૦૨૪ ના વર્ષના કેલેન્ડરનું પ્રમુખ તેમજ વડીલ સભ્યોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.જે બાદ સંસ્થાને સહયોગ આપનાર સહયોગીઓનું શાલ તેમજ ગુલદસ્તા દ્વારા સન્માન કરાયું હતું.સાથે સાથે વર્ષ દરમ્યાન સંઘ દ્વારા આયોજિત વિવિધ કાર્યક્રમોમાં વિશેષ કામગીરી કરનાર સભ્યોનું ગુલદસ્તા અને મોમેન્ટો આપી બહુમાન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સંસ્થાના ફંડ રાઈઝિંગ પોગ્રામમાં કૃતિ રજૂ કરનાર નારાયણ વિદ્યાલયના ડીરેકટર ડૉ.ભગુભાઈ પ્રજાપતિ તેમજ શાળાના શિક્ષક સુરેશભાઈ પ્રજાપતિનું શાલ ઓઢાડી સન્માન પત્ર અને કૃતિનો ફોટોગ્રાફ એનાયત કરી સન્માન સાથે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.સંઘના કારોબારી અઘ્યક્ષ પ્રજ્ઞેશ પાટણવાડિયાએ ઉપસ્થિત સહયોગીઓ તેમજ પરિવારજનોનો આભાર વ્યક્ત કરી સમૂહ
રાષ્ટ્રગીત ગાન સાથે ડાયસ પોગ્રામનું સમાપન કર્યું હતું.
આ પ્રસંગે સંઘના સભ્યો અનિલ અગ્નિહોત્રી,જગદીશ સેડાલા અને નીરૂબેન આહીર દ્વારા રમુજી સ્પર્ધા, ડાન્સ,ગીત,મિમિક્રી સહિતની વિવિધ કૃતિઓ સભર સુંદર કાર્યક્રમ સભ્યો અને તેમના પરિવારજનોના સથવારે રજૂ કરી ઉપસ્થિતોનું મનોરંજન કર્યું હતું.તો સભ્ય અમઝદઅલી સૈયદની પુત્રી દ્વારા ગાજા યુદ્ધ માં પત્રકારોએ કઈ પરિસ્થિતિમાં રિપોર્ટિંગનું કામ કર્યું હતું તે વિશે પોતાનું વ્યક્તવ્ય રજૂ કર્યું હતું.તો સ્નેહમિલન કાર્યક્રમ દરમ્યાન દરેક સભ્યોને પ્રમુખ જયશીલ પટેલના પ્રયાસોથી ગિફ્ટનું આયોજન કરવામાં આવતા સભ્યોને વિતરણ કરાયું હતું.સમગ્ર કાર્યકમનું સુંદર સંચાલન સંઘના મંત્રી જીતેન્દ્ર રાણા તેમજ વિરલ રાણા દ્વારા કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર ભરૂચ
પિયુષ મિસ્ત્રી



Comments
Post a Comment