વેજલપુરમાં કિન્નર સમાજના અગ્રણીના અધ્યક્ષસ્થાને RSSનો વિજયાદશમી ઉત્સવ અને શસ્ત્રપૂજન કાર્યક્રમ યોજાયો

ભરૂચના વેજલપુરમાં કિન્નર સમાજના અગ્રણીના અધ્યક્ષસ્થાને RSSનો વિજયાદશમી ઉત્સવ અને શસ્ત્રપૂજન કાર્યક્રમ રિપોર્ટર,પિયુષમિસ્ત્રી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તાર વેજલપુરમાં વિવેકાનંદ પ્રભાત શાખા દ્વારા ભવ્ય વિજયાદશમી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની સૌથી મોટી વિશેષતા એ હતી કે તેનું અધ્યક્ષસ્થાન વેજલપુર વિસ્તારના કિન્નર સમાજના અગ્રણી શ્રી દીપાકુંવર માસીએ શોભાવ્યું હતું, જે સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. પથ સંચલન અને શસ્ત્રપૂજનનો કાર્યક્રમ RSSની સ્થાપનાના આ પવિત્ર દિવસ નિમિત્તે વેજલપુરની ૧૯૮૧થી કાર્યરત પ્રભાત શાખામાં સંઘની પ્રથા મુજબ કાર્યક્રમની શરૂઆત થઈ હતી. * પથ સંચલન: કિન્નર અગ્રણી દીપાકુંવર માસીની ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં આશરે ૧૦૦ જેટલા સ્વયંસેવકોએ ભાગ લીધો હતો અને વિસ્તારના વિવિધ ભાગોમાં પથ સંચલન કર્યું હતું. * શસ્ત્રપૂજન: વિજયાદશમીના પર્વની પરંપરા જાળવતા આ ઉત્સવમાં સ્વયંસેવકો દ્વારા વિધિવત રીતે શસ્ત્રપૂજનનો કાર્યક્રમ પણ યોજાયો હતો. * પ્રાત્યક્ષિ...