દહેજ માં 12 હજાર કરોડ ના ખર્ચે કોપર, સોનુ, ચાંદી અને સલ્ફયુરીક એસિડ ની ઉત્પાદન ક્ષમતા વિસ્તૃતિકરણ કરાશે

હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ દહેજ માં 12 હજાર કરોડ ના ખર્ચે કોપર, સોનુ, ચાંદી અને સલ્ફયુરીક એસિડ ની ઉત્પાદન ક્ષમતા વિસ્તૃતિકરણ કરશે.


વિસ્તૃતિકરણ બાદ કોપર 9 લાખ ટન વાર્ષિક, સોનું 53 ટન, ચાંદી 450 ટન, સલ્ફયુરીક એસિડ 26 લાખ ટન થશે

ભરૂચ જીલ્લાના લખીગામ ખાતે આવેલ હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ના બિરલા કોપર યુનિટ ના રૂ.12 હજાર કરોડ ના ખર્ચે થનાર વિસ્તરણ પ્રોજેક્ટ ની જાહેર સુનાવણી તા.14 મી રોજ યોજાઈ હતી. જેમાં કંપની દ્વારા કોપર સ્મેલ્ટર ના વિસ્તરણ અંતર્ગત કોપર એનોડ નું ઉત્પાદન વધારી ને 8.93 લાખ ટન વાર્ષિક , સેલ્ફયુરીક એસિડ 26 લાખ ટન , સોનુ 53 ટન વાર્ષિક અને ચાંદી 450 ટન જેટલું કરશે અને આ સાથે વૈશ્વિક સ્તરે એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરશે. બિરલા કોપરના વિસ્તૃતિકરણ વર્તમાન 340 હેક્ટર જમીન માં જ કરવામાં આવશે. પર્યાવરણ સુરક્ષા માટે રૂ.2500 કરોડ ના ખર્ચ કરશે એવી માહિતી પર્યાવરણ સુનાવણી માં કંપની દ્વારા આપવામાં આવી હતી. આ વિસ્તરણ પ્રોજેક્ટ થકી નવી 2000 રોજગારી ની તકો ઉપલબ્ધ થશે અને આનુષંગિક વ્યવસાયો માટે પણ તકો ઉપલબ્ધ થશે. કંપનીમાં કુલ જગ્યામાં 35 ટકા જેટલો ગ્રીન બેલ્ટ વિકસાવ્યો છે અને નવા 85 હજાર વૃક્ષો વાવવામાં આવશે. 

આ લોક સુનાવણી માં કુલ 36 જેટલી રજૂઆતો અને સૂચનો સ્થાનિક અસરગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા રજુઆત કરાઈ હતી જેમાં મહદ અંશે કંપની ના વિસ્તૃતિકરણ ની યોજના ની સમર્થન આપ્યું હતું. બિરલા કોપર દ્વારા CSR હેઠળ નિયમિત યોજાતા કાર્યક્રમો અને પ્રવૃતિઓ ને બિરદાવી હતી . વિકાસ ની સાથે વધતી સમસ્યાઓ નોંધ્યું માં રાખી બિરલા જુથ દ્વારા આરોગ્ય ક્ષેત્રે ભવ્ય નમુનેદાર હોસ્પિટલ બનાવે અને સંચાલન કરે તેવી રજૂઆતો કરાઈ હતી. આ કાર્યક્રમમાં 500 કરતા વધુ ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતા. લોક સુનાવણીનું સંચાલન ગુજ. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ના કે એન વાઘમશી એ સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ એન એમ મનાની ની અધ્યક્ષતા માં કર્યું હતું.

#gujaratniparchhai

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ