ભાજપના નેતાઓ શિરીષ બંગાળી, પ્રગ્નેશ મિસ્ત્રીની હત્યા કરી હતી;દાઉદે આપી હતી 50 લાખની સોપારી

ભરૂચ ડબલ મર્ડર કેસના આરોપી યુનુસ માંજરાના જામીન મંજુર:વર્ષ 2015માં ભાજપના નેતાઓ શિરીષ બંગાળી, પ્રગ્નેશ મિસ્ત્રીની હત્યા કરી હતી;દાઉદે આપી હતી 50 લાખની સોપારી


ભરૂચ શહેરને હચમચાવી નાખનાર વર્ષ 2015ના ડબલ મર્ડર કેસમાં મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. ભાજપના નેતા શિરીષ બંગાળી અને પ્રગ્નેશ મિસ્ત્રીની હત્યાના કેસમાં આરોપી મહોમદ યુનુસ ઉર્ફે માંજરા મહોમદ યુસુફ શેખને સુપ્રીમ કોર્ટ દ્વારા શરતી જામીન મંજુર કરવામાં આવ્યા છે.

નોંધનીય છે કે, વર્ષ 2015ના 2 નવેમ્બરના રોજ ભરૂચ શહેરના સેવાશ્રમ રોડ પર આવેલી સુર્યા પ્રિન્ટિંગ પ્રેસમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળીબારી કરી શિરીષ બંગાળી અને પ્રગ્નેશ મિસ્ત્રીની હત્યા કરી હતી. આ ઘટનાએ સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચાવી દીધો હતો.

પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું કે દાઉદ ઇબ્રાહિમ ના સાગરિત જાવેદ ચીકનાએ હિંદુ નેતાઓની હત્યા માટે 50 લાખ રૂપિયાની સોપારી આપી હતી.આ સોપારીના આધારે ભરૂચના ચાર હિંદુ નેતાઓના નામ નક્કી કરાયા હતાં.ત્યારબાદ અંધારી આલમના મોડ્યુલે સુરત અને ભરૂચમાં સક્રિય બની બંને ભાજપના આગેવાનોની હત્યા કરી હતી.

આ સમગ્ર કેસની તપાસ એનઆઈએને સોંપવામાં આવી હતી. એનઆઈએએ તપાસ દરમિયાન 10થી વધુ આરોપીઓને ઝડપી પાડ્યા હતાં, જેમાંથી યુનુસ માંજરા મુખ્ય આરોપી તરીકે સામે આવ્યો હતો. લાંબા સમયથી ન્યાયિક કસ્ટડીમાં રહેલા યુનુસ માંજરાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા શરતી જામીન મંજુર કરવામાં આવ્યા છે.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ