૭૬મો વનમહોત્સવ આંકોટ ગામની ITI કોલેજ ખાતે ભવ્યતાથી ઉજવાયો

 વાગરા તાલુકાનો ૭૬મો વનમહોત્સવ આંકોટ ગામની ITI કોલેજ ખાતે ભવ્યતાથી ઉજવાયો


રિપોર્ટર,પિયુષમિસ્ત્રી 

તારીખ ૯ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ, સામાજિક વનીકરણ રેન્જ, વાગરા દ્વારા આંકોટ ગામની ITI કોલેજ ખાતે વાગરા તાલુકાનો ૭૬મો વનમહોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં મહાનુભાવો, સરકારી અધિકારીઓ, ઉદ્યોગ જગતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


મહાનુભાવોની ઉપસ્થિતિ


આ વનમહોત્સવમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ભૂપેન્દ્રસિંહ વાઘેલા અને મામલતદાર વાગરા સુશ્રી એમ.જી. પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વન વિભાગ તરફથી રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી વી. વી. ચારણ (સામાજિક વનીકરણ રેન્જ, વાગરા) અને તેમનો સ્ટાફ પણ હાજર રહ્યો હતો.



ઉપરાંત, (વિલાયત GIDC એસોસિએશનના સેક્રેટરી અને કલર ટેક્સ કંપનીના યુનિટ હેડ), ડૉ. મહેશભાઈ વશી (વિલાયત જ્યુબિલન્ટના વાઇસ પ્રેસિડેન્ટ), અલકેશભાઈ રાણા અને જ્યુબિલન્ટ કંપનીના સેફ્ટી હેડ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.

જનપ્રતિનિધિઓની હાજરી

સ્થાનિક જનપ્રતિનિધિઓમાં આંકોટ ગામના સરપંચ અને સભ્યશ્રીઓ, રહાડ ગામના સરપંચ કિરીટભાઈ વસાવા, અને ભેરસમ ગામના સરપંચ ઉપસ્થિત રહ્યા હતા. સરકારી કર્મચારીઓમાં તલાટી કમ મંત્રી શ્રી સુખરામ કિશોરીજી અને આંકોટ ગામના તલાટી કમ મંત્રી અંકિતા ગામીત પણ હાજર રહ્યા હતા. આંકોટ ગામના આગેવાનો કિરણસિંહ રાઠોડ, શૈલેન્દ્રસિંહ ગોહિલ અને રણજીતસિંહ રાઠોડ ની પણ ઉપસ્થિતિ રહી હતી.

કાર્યક્રમની ઝલક


વન મહોત્સવમાં પધારેલા મહાનુભાવોનું સ્વાગત સિંદૂરના રોપા આપીને કરવામાં આવ્યું હતું, જે પર્યાવરણ પ્રત્યે જાગૃતિનો સંદેશ આપે છે. મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.


કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ વૃક્ષ રથ હતો, જેને મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યો હતો, જે વૃક્ષોનું મહત્ત્વ લોકો સુધી પહોંચાડશે. આ વનમહોત્સવમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ