આલુંજ પ્રાથમિક શાળામાં હેલ્થ અને હાયજીન કેમ્પનું આયોજન કરાયું

 પાનોલી ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન દ્વારા આલુંજ પ્રાથમિક શાળામાં હેલ્થ અને હાયજીન કેમ્પનું આયોજન


રિપોર્ટર,પિયુષમિસ્ત્રી 

આલુંજ: પાનોલી ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન (PIA) દ્વારા તા. ૧૧/૦૯/૨૦૨૫ ના રોજ આલુંજ પ્રાથમિક શાળાના બાળકોમાં હેલ્થ અને હાયજીન (આરોગ્ય અને સ્વચ્છતા) વિશે જાગૃતતા લાવવા માટે નિષ્ણાંત ડોક્ટરો દ્વારા એક વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં શાળાના આશરે ૧૫૦ વિધાર્થીઓ ને આવરી લેવાયા હતા. બાળકોને સ્વચ્છતા જાળવવા માટે ઉપયોગી એવી હાયજીન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે, ડોક્ટરો દ્વારા બાળકોની પ્રાથમિક આરોગ્ય તપાસ કરીને જરૂરી દવાઓનું નિ:શુલ્ક વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પાનોલી ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશનના પ્રમુખ શ્રી બી.એસ. પટેલે જણાવ્યું હતું કે, PIA દ્વારા પાનોલીની આજુબાજુના ગામોમાં મેડીકલ કેમ્પનું આયોજન સતત પાંચમા વર્ષે કરવામાં આવી રહ્યું છે. તેમણે બાળકોને વિશેષ રીતે પોતાની શારીરિક જાગૃતિ માટે પ્રયત્નશીલ રહેવા ભારપૂર્વક જણાવ્યું હતું.

આલુંજ ગામના સરપંચ અને કમિટી મેમ્બરોએ પ્રાસંગિક પ્રવચન કરતા પાનોલી ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશનના આ સરાહનીય કાર્યની પ્રશંસા કરી હતી અને આવતા વર્ષોમાં પણ આ પ્રકારના કાર્યક્રમો માટે વધુ સહાય કરવા વિનંતી કરી હતી. PIA દ્વારા બાળકોના સ્વાસ્થ્ય અને સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો આ પ્રયાસ આવકારદાયક રહ્યો હતો.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ