ભરૂચ માં આત્મ નિર્ભર ભારત અભિયાન અંતર્ગત સંકલ્પ હર ઘર સ્વદેશી અપનાવવા કાર્યશાળા યોજાઈ

 આત્મ નિર્ભર ભારત અભિયાન અંતર્ગત સંકલ્પ હર ઘર સ્વદેશી અપનાવવા ભરૂચ ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યશાળા યોજાઈ


રિપોર્ટર,પિયુષમિસ્ત્રી 

વડોદરા ના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ, અભિયાનના પ્રદેશ સહ ઈનચાર્જ જગદીશભાઈ પારેખ, ભરૂચ જિલ્લાના પ્રભારી અશોકભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામી, જિલ્લા મહામંત્રી નિરલભાઈ પટેલ, ફતેસિંહ ગોહિલ, વિનોદભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા, જિલ્લા મંત્રી પ્રતીક્ષાબેન પરમાર સહિત જિલ્લાના તમામ મંત્રી, પાલિકા પ્રમુખશ્રી, હોદ્દેદારો, પદાધિકારીઓ, વિવિધ સેલના હોદ્દેદારોએ કાર્યશાળામાં ભાગ લીધો હતો.



ભરૂચ જિલ્લા પ્રભારી અશોકભાઈ પટેલે જણાવ્યું હતું કે, દેશના ખેડૂતો, નાના ઉત્પાદકો, તેમજ મહિલાઓ ને પગભર કરવા અને સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રવ્યાપી અભિયાન ચલાવી રહી છે. જેથી આપણા ભારત દેશનું નામ વિશ્વના પલક પર પ્રથમ ક્રમાંકે પહોંચી શકે.



જ્યારે અભિયાનના સહ ઈનચાર્જ જગદીશભાઈ પારેખે જણાવેલ કે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને રિચાર્જ કરવા માટે તમામ કાર્યક્રમો કરવામાં આવશે. સાથે સાથે દેશમાં આત્મ નિર્ભર ભારત અભિયાનને વેગ આપવામાં આવશે. અભિયાન દરમિયાન ભાજપના કાર્યકરો દ્વારા હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી જન સંપર્ક અભિયાન અંતર્ગત ખેસ પહેરાવી અને સ્ટીકર લગાવવામાં આવશે.



વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટે બહેનો અને ભાઈઓને દિવાળી દરમ્યાન ખાદી પહેરવા અને સ્વદેશી ચીજ વસ્તુઓ અપનાવવા માટે આહવાન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વોકલ ફોર લોકર અંતર્ગત તમામ લોકોએ ભારતીય ચીજ વસ્તુઓ ખરીદી અને વિશ્વમાં ભારત દેશને મહાસત્તા બનાવવા તરફ વધુ એક પગલું ભરવું જોઈએ.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ