દહેજ ખાતે કોઈ પણ ડિઝાસ્ટરને પહોંચી વળવા મેગા ટ્રેનિંગ કેમ્પનું આયોજન

 હેલ્થ સેફટી એન્ડ એન્વાયરમેન્ટ ફાઉન્ડેશન તેમજ દહેજ ઇન્ડસ્ટ્રિઝ એસોસિએશનના સયુંકત ઉપક્રમે


દહેજ ખાતે કોઈ પણ ડિઝાસ્ટરને પહોંચી વળવા મેગા ટ્રેનિંગ કેમ્પનું આયોજન


દહેજ ભારતનું સૌથી વિશાળ તેમજ કાર્યરત PCPIR એરિયા છે, જયાં આશરે ૩૫૦૦ થી ૪૦૦૦ જેવા નાના-મોટા ઉદ્યોગો કાર્યરત છે. અહીંયા આવેલી ફેકટરીઓમાં ટ્રેનિંગના અભાવે તેમજ અજ્ઞાનતા વંશ અનેક પ્રકારના આગ તેમજ અકસ્માતના બનાવો બનતા હોય છે, આવા સમયે કુશળ કામદારોને અકસ્માત, આગ, સુરક્ષા અને સલામતી તેમજ કોઈપણ જાતના ડીઝાસ્ટરને પહોંચી વળવા માટે તાલીમ આપવી ખુબ જ જરૂરી છે.

આગ તેમજ અકસ્માતની દુધર્તનાને પહોંચી વળવા ડાયરેકટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ ડીપાર્ટમેન્ટની ટ્રેનિંગ મુહીમ જે અંતર્ગત આજરોજ દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશના ડીઝાસ્ટર મેનેજમેન્ટ સંકુલ ખાતે, ડાયરેકટર ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ ના માર્ગ દર્શન હેઠળ, હેલ્થ સેફટી એન્ડ એન્વાયરમેન્ટ ફાઉન્ડેશન તેમજ દહેજ ઇન્વેસ્ટ્રિઝ એસોસિએશનના સયુંકત ઉપક્રમે મેગા ટ્રેનિંગ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જયાં આશરે ૧૫૦ જેટલા કામદારોઓએ ઉત્સાઠભેર તાલીમમાં ભાગ લીધો હતો, ઇન્ડસ્ટ્રીઝના નિષ્ણાંત તજજ્ઞો દ્વારા બેસીક ટ્રેનીંગ ઓન, ફર્સ્ટ એડ, ફાયર-સેફટી એન્ડ સીકયુરીટી વિષય પર પ્રેકટીકલ તેમજ થીયેરી ટ્રેનિંગ આપવામાં આવી હતી.

જેને દહેજ ના સમગ્ર ઇન્ડસ્ટ્રીઝના લોકો દ્વારા વઘાવી લેવામાં આવ્યુ હતુ, છેલ્લા ઘણા સમયથી સમગ્ર ભરૂચ જીલ્લામાં આગ તેમજ અકસ્માતોની દુઘર્ટના ઘટાડવા માટે ડાયરેકટર ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ ના ડેપ્યુટી ડાયરેકટર  ડી.બી.ગામીત દ્વારા ઉદ્યોગોને ટ્રેનિંગ આપવાની મુઠીમ શરૂ કરવામાં આવી છે. તેને સમગ્ર ઉદ્યોગ વિસ્તારમાંથી આવકાર મળી રહયો છે, આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ડાયરેકટર ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગના ડેપ્યુટી ડાયરેકટર ડી.બી. ગામીત સાઠેબ, શ્રી એસ.પી. પાઠક સાઠેબ તેમજ વી. એ. ઠડવદીયા સાઠેબ તેમજ દહેજ ઇન્ડ્રસ્ટ્રિઝ એસોસિએશન ના જનરલ મેનેજર એમ.બી. પટેલ સાહેબ તેમજ હેલ્થ સેફટી એન્ડ એન્વાયરમેન્ટ ફાઉન્ડેશન ના ધનંજયસિંઠ એ જાતે ઉપસ્થીત રહી કાર્યક્રમને સફળ બનાવ્યું હતું.

#gujaratniparchhai

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ