Posts

Showing posts from June, 2024

ભરૂચ જિલ્લા પંચાયતનાં આરોગ્ય વિભાગના અધિકારી ડો. દુલેરા ગુટકા બેફામપણે ખાઇને જ નોકરી કરે છે, અને પોતાના તાબા હેઠળ આવતા કામમાં કાળજી કેમ રાખતા નથી...!?...

Image
ભરૂચ જિલ્લામાં બોગસ ડોકટરોનો રાફડો ફાટયો..!! ભરૂચ જિલ્લા પંચાયતનાં આરોગ્ય વિભાગના અધિકારી ડો. દુલેરા ગુટકા બેફામ કેમ આરોગે છે...!!! આ બાબતે ડી.ડી.ઓ. ડો. દુલેરા સામે કાર્યવાહી કરે તે જરૂરી... ભરૂચ જિલ્લામાં બોગસ ડોકટરોનો રાફડો ફાટયો છે. વાગરા તાલુકાના દહેજ, જોલવા અને લુવારા, લખીગામ, અંભેટા સહિતના ગામોમાં બોગસ ડોકટરો બીલાડીના ટોપની જેમ પોતાની હાટડી જમાવી રાતોરાત કરોડપતિ બનવા ગુજરાતમાં આવી ગયા છેે. ગુજરાત રાજય બહારના  પરપ્રાંતમાંથી આવી જોલા લઈને આવે છે અને બેગ ભરીને ઘરે જાય છે. આવા બોગસ ડોકટર પાસે કોઈપણ પ્રકારનાં ઈન્જેકશન મારવાના અધિકારો હોતા નથી તેમ છતાં ઈન્જેકશન મારે છે, બોટલ પણ ચઢાવે છે કેટલીક કલીનીકમાં નોકરી કર્યા બાદ અને કમ્પાઉન્ડર તરીકે કામ કરી ભરૂચમાં આવી પોતાનું અલગ કલીનીક ખોલી પ્રેકટીસ કરતા થઈ ગયા છે. આવા ડોકટરો સામે જવાબદાર તંત્ર નિયમ મુજબ ઘણીવાર કાર્યવાહી તો કરે છે પરંતુ ફરી પાછા આ ડોકટરો સેટીંગ કરી પ્રેકટીસ કરતાં થઈ જાય છે.  જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના જવાબદાર અધિકારી કચેરીમાં બેસીને માત્ર પગાર મેળવી સંતોષ માની રહયા છે. આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા ડો. દુલેરા માણેકચ...

ભરૂચમાં શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન દિન નિમિત્તે ભાજપ યુવા મોરચા અને હરિ પ્રબોધમ ગ્રૂપ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ

Image
ભરૂચમાં શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન દિન નિમિત્તે ભાજપ યુવા મોરચા અને હરિ પ્રબોધમ ગ્રૂપ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ ; 300 યુનિટ રક્ત એકત્ર કરાયુ ભરૂચ ખાતે ભારતીય યુવા મોરચા,ભરૂચ તાલુકા અને હરિપ્રબોધન પરિવારના સહયોગથી ડો.શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન દિનની ઉજવણી નિમિત્તે રક્તદાન શિબિર યોજાઈ હતી.જેમાં 300 યુનિટ રક્ત એકત્ર કરાયુ હતું. ભારતીય જન સંઘના સ્થાપક અને જમ્મુ અને કાશ્મીરના લાલચોકમાં ત્રીરંગો લહેરાવનારા એવા દેશભક્ત શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન દિનની ઉજવણી નિમિત્તે દેશમાં ભાજપના યુવા મોરચા દ્વારા અનેક કાર્યક્રમોના આયોજન કરવામાં આવે છે.જેના ભાગરૂપે ભરૂચ ખાતે ભારતીય યુવા મોરચા,ભરૂચ તાલુકા અને હરિપ્રબોધન પરિવારના સહયોગથી ભોલાવની નારાયણ વિધા વિહાર ખાતે રક્તદાન શિબિર યોજાઈ હતી.આ રક્તદાત શિબિર માં પ્રદેશ યુવા પ્રમુખ ડો પ્રશાંત કોરાટની ઉપસ્થિતમાં રક્તદાન શિબિર યોજાઈ હતી. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ આટોડરિયા,વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, યુવા મોરચાના પ્રમુખ વૃષભ પટેલ, હરિપ્રબોધમ ગ્રુપના લીડર મિલિંદ પટેલ સહિતના આગેવાનો અને યુવા કાર્યકરો ...

મનુબર અને વાલુ ગામના ખેડૂતોના ખેતરમાં પાવરગ્રીડ દ્વારા ખેડૂતોના વિરોધ કરવા છતાં 765 kv ટ્રાન્સમિશન લાઈનના થાંભલા માટે ખાડાઓ ખોદી પાયો ઉભો કરવાનું કામ શરૂ

Image
ભરૂચ જિલ્લાના મનુબર અને વાલુ ગામના ખેડૂતોના ખેતરમાં પાવરગ્રીડ દ્વારા ખેડૂતોના વિરોધ કરવા છતાં 765 kv ટ્રાન્સમિશન લાઈનના થાંભલા માટે ખાડાઓ ખોદી પાયો ઉભો કરવાનું કામ શરૂ કરી દેતા ખેડુતો મેદાન માં  ભરૂચ જિલ્લા ખેડૂત સમાજનો સંપર્ક કરતા ખેડૂત સમાજ ગુજરાતના પ્રમુખશ્રી જયેશભાઇ પાલ,ભરૂચ જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ જયેશભાઇ પટેલ, સુરત જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ પરિમલ પટેલ, મહેન્દ્રભાઈ કરમરિયા સહિતના ખેડૂત આગેવાનો સ્થળ પર ધસી ગયા હતા અને મનુબર ગામે મિટિંગ કરી હતી. જ્યાં ખેડૂતોએ આગેવાનો સમક્ષ પોતાની વેદનાઓ ઠાલવી હતી અને એમની ઈચ્છા વિરુદ્ધ ચાલતા આ કામથી અસંતોષ વ્યક્ત કર્યો હતો. પરિમલ પટેલ અને જયેશભાઈ પાલે ખેડૂતોને એમના હકોથી માહિતગાર કરી વીજ ટ્રાન્સમિશન લાઈનના કાયદાઓની સમજ આપી હતી. હાજર ખેડૂતોએ ખુબજ અસંતોષ વ્યક્ત કરી પોતાના હકોથી અજાણ હોવાને લીધે પોતાને અન્યાય થયો હોવાની વાત કરી હતી. જ્યાં હાજર વાલું ગામના ખેડૂત અયુબભાઇએ પોતે કરેલા વિરોધની વાત કરી પાવરગ્રીડ કોર્પોરેશન એમના વાંધાને પણ અવગણીને જે ખેતરમાં એમને નોટિસ પણ નથી મળી ત્યાં પણ પાયાના ખાડાઓ ખોદી નાખી પાયો ઉભો કરવાની વાત કરતા સૌ ખેડૂતોએ એ કામક...

અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થા માં વૃક્ષારોપણ કાર્યક્રમ તથા આંખ નો નિદાન કેમ્પ યોજાયો

Image
ભરૂચ ત્રાલસા ગામ ખાતે આવેલ અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થા માં વૃક્ષારોપણ કાર્યક્રમ તથા આંખ નો નિદાન કેમ્પ યોજાયો. આજરોજ સંસ્થામાં અબોલ જીવો માટે કાર્ય કરતી સંસ્થા *મન મૈત્રી સેવા ફાઉન્ડેશન* ના પ્રમુખશ્રી જયેશભાઈ પરીખ તથા શ્રીમતી હીનાબેન પરીખ દ્વારા તેમના પૂજ્ય માતુશ્રી ના 90 માં જન્મદિન પ્રવેશ નિમિત્તે સ્પેશિયલ બાળકો સાથે ઉજવણી કરવા માટેનો કાર્યક્રમ કરવામાં આવ્યો. સંસ્થાના ગ્રાઉન્ડમાં વિવિધ ઘટાદાર વૃક્ષો નું વૃક્ષારોપણ કરવામાં આવ્યું. ત્યારબાદ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો. બાળકો માટે પૌષ્ટિક ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી.  શ્રીમાન જયેશભાઈ ના પરિવારજનો તથા તેના મિત્ર મંડળ , કિન્નર સમાજ ના અગ્રણી કોકીલા માસીબા ,દીપા માસીબા તથા વન વિભાગ માથી શ્રીમાન વિજયભાઈ પંડ્યા તથા તેમનો સ્ટાફ તથા શુકલતીર્થ માં વૃક્ષારોપણ ક્ષેત્રે ખૂબ જ અનેરી કામગીરી કરી રહેલા શ્રીમાન મિતેશ ભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.  આ સાથે સંસ્થા પર શંકરા આઈ હોસ્પિટલ મોગર (જી.આણંદ) દ્વારા મફત મોતિયા બિંદ ઓપરેશન તથા આઇ ચેકઅપ નો કેમ્પ પણ યોજવામાં આવ્યો .જેમાં આજુબાજુના ગામોના 60 જેટલા દર્દીઓએ લાભ લીધો.અને...

ભૂસ્તર શાસ્ત્રી અને મદદનીશ નિયામક અને ફ્લાઈંગ સ્કોર્ડ સુરત નો ક્લાસ 1 અધિકારી નરેશ જાની અને કપિલ પ્રજાપતિ રૂ. 2 લાખ ની લાંચ લેતા ઝડપાયો

Image
ભરૂચ ના સાંસદ મનસુખ વસાવા વારંવાર કહેતા હતા કે ભરૂચ ખાણખનીજ વિભાગ ના અધિકારીની જ મીલીભગત ખનીજ ચોરી થાય છે. એ આજે સાબિત થયું. ભરૂચમા ભૂસ્તર શાસ્ત્રી અને મદદનીશ નિયામક અને ફ્લાઈંગ સ્કોર્ડ સુરત નો ક્લાસ 1 અધિકારી નરેશ જાની અને કપિલ પ્રજાપતિ રૂ. 2 લાખ ની લાંચ લેતા ઝડપાયો રેતીની કામગીરી દરમિયાન ફરિયાદીને હેરાનગતિ નહિ કરવા માંગી હતી લાંચ ભરૂચ જિલ્લાનો સૌથી ભ્રષ્ટ અધિકારી નરેશ જાની આખરે લાંચ લેતા પકડાયો લીગલ કામ માટે પણ લાખો રૂપિયાની માંગણી કરતો હતો,માટી અને રેતી માફિયાઓ સાથે સીધી ભાગીદારી જ કરતો હતો !! ભરૂચ જિલ્લામાં સૌથી ભ્રષ્ટ અધિકારી કોણ ? જો તેની સ્પર્ધા રાખવામાં આવે તો ખાણ ખનીજ ખાતાનો નરેશ જાની પહેલો નંબર લાવે. કારણ કે, તેની સામે ભ્રષ્ટાચારની અનેક ભરૂચ ના સાંસદ મનસુખ વસાવા પણ જાહેરમાં ફરીયાદો કરી રહી હતા.  ભરૂચ કલેક્ટરને તેમના તાબાના અધિકારીની આટલી ફરિયાદ થતી હોવા છતાં તેની સામે કોઈ પગલા લેવાતા ન હતાં. પરંતુ પાપનો ઘડો ફુટે છે તે વાત સાર્થક થતી હોય તેમ ભરુચના ભ્રષ્ટાચારીઓનો સરદાર લાંચ લેતા પકડાય જતાં હવે તેની કાળી કરતૂતોને બહાર આવવાનો માર્ગ મોકળો થયો છે. ભરુચના ભુસ્તર શાસ્ત્રી સહીત ...

કલેકટર કચેરીમાં ફાયર એનઓસી મુદ્દે આરએન્ડબીને નોટિસ આપી

Image
બોલો ભરૂચ જીલ્લાની સૌથી મોટી કલેકટર કચેરી ફાયર એનઓસી વિનાની  કલેકટર કચેરીમાં ફાયર એનઓસી મુદ્દે આરએન્ડબીને નોટિસ આપી છે : ફાયર ઓફિસર ચિરાગ ગઢવી  ભરૂચ કલેકટર કચેરી બિલ્ડિંગમાં ફાયર સેફટીની લોખંડની પાઈપ સંપૂર્ણ કટાઈ ગયેલી અને પાણીની ટાંકી સાથે જોઈન્ટ વિનાની બિન ઉપયોગી  ઈમરજન્સીમાં કલેકટર કચેરીમાં કોઈ ઘટના બને તો ફાયર સેફટી ન બની શકે ઉપયોગમાં : ફાયર ઓફિસર ચિરાગ ગઢવી  ભરૂચ જીલ્લાની ઘણી સરકારી કચેરીઓ ફાયર એનઓસી વિનાની હોવાની ફરિયાદો વચ્ચે ખુદ ભરૂચ જીલ્લાની સૌથી મોટી કલેકટર કચેરી ફાયર એનઓસી વિનાની સાબિત થઈ છે.જેમાં કલેકટર કચેરીમાં લાગેલા ફાયર ના સાધનો બિન ઉપયોગી ઈમરજન્સીમાં પાણી સપ્લાય નો સંપૂર્ણ પાઈપ કટાયેલી અવસ્થામાં અને પાણીની ટાંકી સાથે જોઈન્ટ વિનાના જોવા મળતા ખુદ ભરૂચ જીલ્લાની કલેકટર કચેરી ફાયર એનઓસી વિનાની સાબિત થઈ ગઈ છે. ભરૂચ જીલ્લામાં ધણી સરકારી કચેરીઓમાં ફાયર એક્સટીગ્યુશર એક્સપાયર ડેટ વગરના ફરિયાદો વચ્ચે ધણી કચેરીઓમાં એક્સટીગ્યુશર રીન્યુ કરવાના બદલે માત્ર કેચપેન થી તારીખ મારી દેવામાં આવે છે.જે ઈમરજન્સીમાં ઘણી વખત બિન ઉપયોગી બનતા હોય છે.ભરૂચ જીલ્લાની સૌથી મોટી કચેરી...

સાંઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ અંદાડા ખાતે જરૂરિયાતમંદ બાળકોમાટે નિઃશુલ્ક વિદ્યા વિકાસ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો

Image
અંકલેશ્વરના અંદાડા ગામે જે સાંઈ ટ્રસ્ટ દ્વારા વિદ્યા વિકાસ કેન્દ્રનું લોકાર્પણ કરાયુ આર્થિક અને સામાજિક રીતે પછાત એવા બાળકોને ગણિત વિજ્ઞાન તેમજ અંગ્રેજી વિષયનું જ્ઞાન નિઃશુલ્ક ધોરણે આ કેન્દ્ર થકી મળી રહેશે  અંકલેશ્વરમાં સામાજિક ઉત્કર્ષ ક્ષેત્રે યોગદાન આપનાર જે સાંઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ અંદાડા ખાતે જરૂરિયાતમંદ બાળકોમાટે નિઃશુલ્ક વિદ્યા વિકાસ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વરમાં પ્રતિ ગુરુવારના રોજ રેલવે સ્ટેશન વિસ્તારમાં ગરીબ લોકોને નિઃશુલ્ક ભોજન ઉપરાંત ગરીબ વિદ્યાર્થીઓને પ્રતિ વર્ષ નિઃશુલ્ક નોટબુક ગણવેશનું વિતરણ કરનાર જે સાંઈ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ ક્ષેત્રે વધુ એક આયામ ઉભો કર્યો હતો. અંદાડા ખાતે આર્થિક અને સામાજિક રીતે પછાત એવા બાળકોને ગણિત વિજ્ઞાન તેમજ અંગ્રેજી વિષયનું જ્ઞાન નિઃશુલ્ક ધોરણે મળી રહે તે માટે જે સાંઈ વિદ્યા વિકાસ કેન્દ્ર શૈક્ષણિક સંકુલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેનુ લોકાર્પણ ભરૂચ ના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના વરદ હસ્તે કરવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે ભાજપના આગેવાન મગન માસ્ટર, ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી રાજુભાઈ રાવત,અંદાડાના સરપંચ સહિત અગ્રણીઓ ખા...

ONGCની પાઈપલાઈનમાં પંકચર કરનારા બે શખ્સોને વેડચ પોલીસે ઝડપી પાડ્યા

Image
ઉચ્છદ ગામની સીમમાં ONGCની પાઈપલાઈનમાં પંકચર કરનારા બે શખ્સોને વેડચ પોલીસે ઝડપી પાડ્યા જંબુસર તાલુકાના ઉચ્છદ ગામની સીમમાંથી ONGCની ફુડ ઓઈલની પાઈપ લાઈનમા પંકચર કરી કુડ ઓઈલ ચોરી કરવાની કોશિશ કરનારા બે આરોપીઓને વેડચ પોલીસે ઝડપી પાડ્યા છે.જેની વધુ તપાસ જંબુસર સીપીઆઈએ ચલાવી રહ્યા છે. વેડચ પોલીસ મથકમાં 27 મી મે 2024 ના રોજ ફરિયાદ નોંધાઇ હતી.જેમાં માસારોડથી અણખી સુધી ONGC (TRUNK PIPE LINE) TPLમાં કોઈ અજાણ્યા ઇસમોએ ટ્રન્ક પાઈપ લાઈન પાસે ટેન્કર લાવી ONGC ટ્રંક પાઈપ લાઈન ઉપર ખાડો ખોદી વાલ્વ બેસાડેલો હતો અને તેમા પાઈપ ફીટ કરી તેની બીજી બાજુ ની પાઈપ ટેન્કરની અંદર નાખી ચોરી કરતા હોવાની જાણ ONGC સિક્યુરિટી ટીમને થતા ટીમે પોલીસમાં જાણ કરતા વેડચ પોલીસે દોડી આવી તપાસ હાથ ધરી હતી.ઇન્ચાર્જ પીએસઆઈ વી.એ. આહીરે ઝીણવટ ભરી તપાસ કરી ટીમને કામગીરી સોંપી હતી. આ સમયે પીએસઆઈ વૈશાલી આહિરને માહિતી મળી હતી.કે, ભાગી જનાર આરોપી આણંદ જિલ્લાના વાસદ રેલ્વે સ્ટેશન નજીકથી મુખ્ય આરોપી નિલેશ ભારતસિંગ રાઠોડ તથા જંબુસર તાલુકા ના અણખી ગામેથી આરોપી રાકેશ ઉર્ફે પિન્કો રમણભાઈ ઠાકોર હાજર છે.જેથી ટીમે માહિતીવાળા સ્થળ પર પહોચી બંને આરો...

ઢાળ થી બાયપાસ સુધીના રસ્તા બાબતે વિપક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવી

Image
ભરૂચના ફાટા તળાવ ઢાળ થી બાયપાસ સુધીના રસ્તા બાબતે વિપક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવી. ભરૂચ શ્રવણ ચોકડી થી જંબુસર બાયપાસ સુધી થતા ભારે ટ્રાફિકજામ ના કારણે અનેક વાહનો નગર ના ઇન્ટરનલ માર્ગો ઉપર વાહનો નું ભારણ વધવા પામ્યુ છે. જેને પગલે ભરૂચના ફાટાતળાવ ઢાલ થી લઇ મદીના હોટલ સુધીના સાંકડા માર્ગ ને પહોળો કરવા વિપક્ષ દ્વારા અગાઉ રજૂઆત કરવામાં આવી હતી. વિપક્ષની રજૂઆતને ધ્યાનમાં રાખીને ધારાસભ્યશ્રી તેમજ શાસક પક્ષ અને વિપક્ષના સભ્યો અને નગરપાલિકા તંત્ર દ્વારા અગાઉ આ રસ્તાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.  જે માર્ગ સાંકડો છે ત્યાં દબાણ હટાવી રસ્તાને પહોળો કરવા કામગીરી કરવામાં આવી હતી તેમજ રોડ પર અડચર રૂપ જીઈબી ના પોલને શિફ્ટ કરવામાં આવ્યા હતા.   ઢાળથી લઈ મોહમ્મદપુરા સુધી જ્યાં રસ્તો પહોળો કર્યો છે ત્યાં તેમજ બાયપાસ સુધીના રસ્તામાં ડામર કારપેટ કરવાની કામગીરી કરવામાં વિલંબ થઇ રહયો છે તેથી આજ રોજ નગરપાલિકા વિપક્ષ ના સભ્યો દ્વારા તાત્કાલિક ધોરણે રસ્તાની કામગીરી પૂર્ણ કરવામાં આવે એવી રજૂઆત નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ કારોબારી ચેરમેનને કરવામાં આવી છે. #gujaratniparchhai  રિપોર્ટર ભરૂચ...