કલેકટર કચેરીમાં ફાયર એનઓસી મુદ્દે આરએન્ડબીને નોટિસ આપી

બોલો ભરૂચ જીલ્લાની સૌથી મોટી કલેકટર કચેરી ફાયર એનઓસી વિનાની 


કલેકટર કચેરીમાં ફાયર એનઓસી મુદ્દે આરએન્ડબીને નોટિસ આપી છે : ફાયર ઓફિસર ચિરાગ ગઢવી 

ભરૂચ કલેકટર કચેરી બિલ્ડિંગમાં ફાયર સેફટીની લોખંડની પાઈપ સંપૂર્ણ કટાઈ ગયેલી અને પાણીની ટાંકી સાથે જોઈન્ટ વિનાની બિન ઉપયોગી 


ઈમરજન્સીમાં કલેકટર કચેરીમાં કોઈ ઘટના બને તો ફાયર સેફટી ન બની શકે ઉપયોગમાં : ફાયર ઓફિસર ચિરાગ ગઢવી 



ભરૂચ જીલ્લાની ઘણી સરકારી કચેરીઓ ફાયર એનઓસી વિનાની હોવાની ફરિયાદો વચ્ચે ખુદ ભરૂચ જીલ્લાની સૌથી મોટી કલેકટર કચેરી ફાયર એનઓસી વિનાની સાબિત થઈ છે.જેમાં કલેકટર કચેરીમાં લાગેલા ફાયર ના સાધનો બિન ઉપયોગી ઈમરજન્સીમાં પાણી સપ્લાય નો સંપૂર્ણ પાઈપ કટાયેલી અવસ્થામાં અને પાણીની ટાંકી સાથે જોઈન્ટ વિનાના જોવા મળતા ખુદ ભરૂચ જીલ્લાની કલેકટર કચેરી ફાયર એનઓસી વિનાની સાબિત થઈ ગઈ છે.


ભરૂચ જીલ્લામાં ધણી સરકારી કચેરીઓમાં ફાયર એક્સટીગ્યુશર એક્સપાયર ડેટ વગરના ફરિયાદો વચ્ચે ધણી કચેરીઓમાં એક્સટીગ્યુશર રીન્યુ કરવાના બદલે માત્ર કેચપેન થી તારીખ મારી દેવામાં આવે છે.જે ઈમરજન્સીમાં ઘણી વખત બિન ઉપયોગી બનતા હોય છે.ભરૂચ જીલ્લાની સૌથી મોટી કચેરી જીલ્લા કલેકટર કચેરીમાં સતત અરજદારોની અવરજવર રહેતી હોય છે અને જીલ્લા ભરના અરજદારો જનસેવા કેન્દ્ર,પુરવઠા વિભાગ,એસડીએમ,એક્સ્ટ્રા ચીટનીશ સહિત વિવિધ વિભાગો ચાલી રહ્યા છે અને આ બિલ્ડિંગમાં ફાયરના સાધનો બિન ઉપયોગી બની ગયા છે.આ બિલ્ડિંગના ધાબા ઉપર ચકાસવામાં આવતા ફાયર સેફટીના લોખંડના પાઈપો કટાઈ ગયા છે,ઠેક ઠેકાણેથી તૂટી ગયેલા છે,તદ્દઉપરાંત ફાયર સેફટીની પાઈપ લાઈનનો જોઈન્ટ પણ પાણીની ટાંકી સાથે આપેલ નથી અને ઈમરજન્સીમાં આગ જેવી દુર્ઘટના ઘટે તો કલેકટર કચેરીમાં લાગેલા ફાયર સેફટીના સાધનો પણ કામ લાગી શકે તેમ નથી અને આ બાબતે ભરૂચ નગર પાલિકાના ફાયર ઓફિસર ચિરાગદાન ગઢવીએ સ્થળ નિરીક્ષણ કરીને પણ આર એન્ડ બીને કલેકટર કચેરીની ફાયર એનઓસી લેવા માટે સૂચન પણ કર્યું છે.


ભરૂચ જીલ્લાની સૌથી મોટી કલેકટર કચેરીના ફાયર સેફટીના સાધનો રાજકોટની ઘટના બાદ પણ નવા લગાવવામાં આવ્યા નથી અને ખુદ જીલ્લાની કલેકટર કચેરી ફાયર એનઓસી વિનાની હોય તો અન્યને ફાયર એનઓસી માટે સલાહ આપવી કેટલી યોગ્ય.કલેકટર કચેરીના સંપૂર્ણ ફાયર સેફટીના સાઘનો કાટમાળ જેવા બની ગયેલા જોવા મળી રહ્યા છે.

કલેકટર કચેરીની ફાયર એનઓસી લેવાની જવાબદારી એન એન્ડ બી વિભાગની : ફાયર ઓફિસર 

ભરૂચ જીલ્લા કલેકટર કચેરી ની ફાયર સેફટીની એનઓસી વિનાની હોય વારંવાર ફાયર ઓફિસર દ્વારા જાણ કરવામાં આવી હોવા છતાં આર એન બી અને લાગતા વળગતા અધિકારીઓની નિષ્ક્રિયતા સામે જીલ્લા કલેકટર શું પગલાં ભરશે તેવા સવાલો વચ્ચે કલેકટર કચેરીમાં કોઈ દુર્ઘટના ઘટે અને મોટી જાનહાની થા તેનો જવાબદાર કોણ?તેવા સવાલો વચ્ચે ખુદ ભરૂચ જીલ્લા કલેકટર કચેરી ફાયર એનઓસી વિનાની સાબિત થઈ ગઈ છે.

કોઈપણ પ્રકારના લાયસન્સ મેળવનાર અરજદાર પાસેથી ફાયર એન ઓ સી માંગનાર કલેકટર કચેરી ફાયર એનઓસી વિનાની


ભરૂચ જીલ્લા કલેકટર કચેરીમાં કોઈપણ અરજદારે વ્યવસાય કે કોઈપણ લાયસન્સ મેળવવું હોય તો પૂરતા દસ્તાવેજમાં ફાયર એનઓસી અથવા તો એક્સટીગ્યુશર છે તેનું લેખિતમાં માંગણી કરતા હોય છે.પરંતુ હવે તો ભરૂચ કલેટકર કચેરી જ ફાયર એનઓસી વિનાની છે તો કલેકટર કચેરીને સીલ કરવામાં આવશે ખરી તેવા સવાલો લોકોમાં ચર્ચાસ્પદ બની ગયા છે.

#gujaratniparchhai 

રિપોર્ટર ભરૂચ 

પિયુષ મીસ્ત્રી 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો