મનુબર અને વાલુ ગામના ખેડૂતોના ખેતરમાં પાવરગ્રીડ દ્વારા ખેડૂતોના વિરોધ કરવા છતાં 765 kv ટ્રાન્સમિશન લાઈનના થાંભલા માટે ખાડાઓ ખોદી પાયો ઉભો કરવાનું કામ શરૂ

ભરૂચ જિલ્લાના મનુબર અને વાલુ ગામના ખેડૂતોના ખેતરમાં પાવરગ્રીડ દ્વારા ખેડૂતોના વિરોધ કરવા છતાં 765 kv ટ્રાન્સમિશન લાઈનના થાંભલા માટે ખાડાઓ ખોદી પાયો ઉભો કરવાનું કામ શરૂ કરી દેતા ખેડુતો મેદાન માં 

ભરૂચ જિલ્લા ખેડૂત સમાજનો સંપર્ક કરતા ખેડૂત સમાજ ગુજરાતના પ્રમુખશ્રી જયેશભાઇ પાલ,ભરૂચ જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ જયેશભાઇ પટેલ, સુરત જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ પરિમલ પટેલ, મહેન્દ્રભાઈ કરમરિયા સહિતના ખેડૂત આગેવાનો સ્થળ પર ધસી ગયા હતા અને મનુબર ગામે મિટિંગ કરી હતી. જ્યાં ખેડૂતોએ આગેવાનો સમક્ષ પોતાની વેદનાઓ ઠાલવી હતી અને એમની ઈચ્છા વિરુદ્ધ ચાલતા આ કામથી અસંતોષ વ્યક્ત કર્યો હતો.

પરિમલ પટેલ અને જયેશભાઈ પાલે ખેડૂતોને એમના હકોથી માહિતગાર કરી વીજ ટ્રાન્સમિશન લાઈનના કાયદાઓની સમજ આપી હતી. હાજર ખેડૂતોએ ખુબજ અસંતોષ વ્યક્ત કરી પોતાના હકોથી અજાણ હોવાને લીધે પોતાને અન્યાય થયો હોવાની વાત કરી હતી. જ્યાં હાજર વાલું ગામના ખેડૂત અયુબભાઇએ પોતે કરેલા વિરોધની વાત કરી પાવરગ્રીડ કોર્પોરેશન એમના વાંધાને પણ અવગણીને જે ખેતરમાં એમને નોટિસ પણ નથી મળી ત્યાં પણ પાયાના ખાડાઓ ખોદી નાખી પાયો ઉભો કરવાની વાત કરતા સૌ ખેડૂતોએ એ કામકાજ બંધ કરવાનું નક્કી કરતા સ્થળ પર ધસી જઈ કામ બંધ કરાવ્યું હતું.



ખેડૂતોમાં એવી પણ ચર્ચા ચાલી રહી હતી કે જયારે કાયદાઓમાં આટલી બધી જોગવાઈઓ હોવા છતાં જયારે આ રીતે ગેરકાયદેસર કામ કરવામાં આવતું હોય તો સરકારી તંત્ર શું ઊંઘે છે? સૌ ખેડૂતોએ નક્કી કર્યું હતું કે જે કોઈ પણ ખેડૂતના ખેતરમાં આ રીતે ગેરકાયદેસર કામ ચાલતું હશે તો સૌ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આવી ગતિવિધિ અટકાવવામાં આવશે. સૌ ખેડૂતોએ ખેડૂત સમાજનો આભાર માની ભવિષ્યમાં પણ આવી જ મદદ કરવા માટે અપીલ કરી હતી.

#gujaratniparchhai 

રિપોર્ટર ભરૂચ 

પિયુષ મીસ્ત્રી 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો