ભરૂચ જિલ્લા પંચાયતનાં આરોગ્ય વિભાગના અધિકારી ડો. દુલેરા ગુટકા બેફામપણે ખાઇને જ નોકરી કરે છે, અને પોતાના તાબા હેઠળ આવતા કામમાં કાળજી કેમ રાખતા નથી...!?...

ભરૂચ જિલ્લામાં બોગસ ડોકટરોનો રાફડો ફાટયો..!!

ભરૂચ જિલ્લા પંચાયતનાં આરોગ્ય વિભાગના અધિકારી ડો. દુલેરા ગુટકા બેફામ કેમ આરોગે છે...!!! આ બાબતે ડી.ડી.ઓ. ડો. દુલેરા સામે કાર્યવાહી કરે તે જરૂરી...

ભરૂચ જિલ્લામાં બોગસ ડોકટરોનો રાફડો ફાટયો છે. વાગરા તાલુકાના દહેજ, જોલવા અને લુવારા, લખીગામ, અંભેટા સહિતના ગામોમાં બોગસ ડોકટરો બીલાડીના ટોપની જેમ પોતાની હાટડી જમાવી રાતોરાત કરોડપતિ બનવા ગુજરાતમાં આવી ગયા છેે. ગુજરાત રાજય બહારના  પરપ્રાંતમાંથી આવી જોલા લઈને આવે છે અને બેગ ભરીને ઘરે જાય છે. આવા બોગસ ડોકટર પાસે કોઈપણ પ્રકારનાં ઈન્જેકશન મારવાના અધિકારો હોતા નથી તેમ છતાં ઈન્જેકશન મારે છે, બોટલ પણ ચઢાવે છે કેટલીક કલીનીકમાં નોકરી કર્યા બાદ અને કમ્પાઉન્ડર તરીકે કામ કરી ભરૂચમાં આવી પોતાનું અલગ કલીનીક ખોલી પ્રેકટીસ કરતા થઈ ગયા છે. આવા ડોકટરો સામે જવાબદાર તંત્ર નિયમ મુજબ ઘણીવાર કાર્યવાહી તો કરે છે પરંતુ ફરી પાછા આ ડોકટરો સેટીંગ કરી પ્રેકટીસ કરતાં થઈ જાય છે. 

જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના જવાબદાર અધિકારી કચેરીમાં બેસીને માત્ર પગાર મેળવી સંતોષ માની રહયા છે. આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા ડો. દુલેરા માણેકચંદ આખો દિવસ આરોગે છે પરંતુ તેમને બોગસ ડોકટરો દેખાતા નથી અને પ્રજાના આરોગ્ય સાથે થતાં નુકશાનને અટકાવવા માટે તેમને કોઈ રસ નથી. જો આ ડોકટરે બોગસ ડોકટરોના ભાંડા ફોડયા હોય તો તેના ઉદાહરણ પ્રજા અને વહીવટીતંત્રને આપે તેવી લોકમાંગ ઉઠી છે. 


માણેકચંદ, વિમલ તેમજ અન્ય ગુટકા ખાવાથી કેન્સર થાય છે તેવું ગુટકાની જાહેરાતમાં જોવા મળે છે સાંભળવા મળે છે અને ગુટકાની પડીકી ઉપર ગુટકા ખાવાથી કેન્સર થાય છે તેવી સ્પષ્ટ નોંધ લખેલ હોય છે અને પડીકી ઉપર ગુટકા ખાવાથી થતાં કેન્સરનું ચિત્ર પણ અંકીત કરેલ હોય છે. તેમ છતાં આરોગ્ય વિભાગના જવાબદાર અધિકારી... ઉંચે લોગ કી ઊંચી પસંદ... 

#gujaratniparchhai 

રિપોર્ટર ભરૂચ 

પિયુષ મીસ્ત્રી 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો