ભરૂચમાં શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન દિન નિમિત્તે ભાજપ યુવા મોરચા અને હરિ પ્રબોધમ ગ્રૂપ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ

ભરૂચમાં શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન દિન નિમિત્તે ભાજપ યુવા મોરચા અને હરિ પ્રબોધમ ગ્રૂપ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ ; 300 યુનિટ રક્ત એકત્ર કરાયુ


ભરૂચ ખાતે ભારતીય યુવા મોરચા,ભરૂચ તાલુકા અને હરિપ્રબોધન પરિવારના સહયોગથી ડો.શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન દિનની ઉજવણી નિમિત્તે રક્તદાન શિબિર યોજાઈ હતી.જેમાં 300 યુનિટ રક્ત એકત્ર કરાયુ હતું.


ભારતીય જન સંઘના સ્થાપક અને જમ્મુ અને કાશ્મીરના લાલચોકમાં ત્રીરંગો લહેરાવનારા એવા દેશભક્ત શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન દિનની ઉજવણી નિમિત્તે દેશમાં ભાજપના યુવા મોરચા દ્વારા અનેક કાર્યક્રમોના આયોજન કરવામાં આવે છે.જેના ભાગરૂપે ભરૂચ ખાતે ભારતીય યુવા મોરચા,ભરૂચ તાલુકા અને હરિપ્રબોધન પરિવારના સહયોગથી ભોલાવની નારાયણ વિધા વિહાર ખાતે રક્તદાન શિબિર યોજાઈ હતી.આ રક્તદાત શિબિર માં પ્રદેશ યુવા પ્રમુખ ડો પ્રશાંત કોરાટની ઉપસ્થિતમાં રક્તદાન શિબિર યોજાઈ હતી.




જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ આટોડરિયા,વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, યુવા મોરચાના પ્રમુખ વૃષભ પટેલ, હરિપ્રબોધમ ગ્રુપના લીડર મિલિંદ પટેલ સહિતના આગેવાનો અને યુવા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.આ કાર્યક્રમમાં પ્રદેશ યુવા પ્રમુખ ડો પ્રશાંત કોરાટને લોહીથી રક્તતુલા કરાઈ હતી.રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને હરિભક્તોએ રક્તદાન કરીને 300 યુનિટ રક્ત એકત્ર કરવાનું લક્ષ્યાંક રાખ્યું હતું.

#gujaratniparchhai 

રિપોર્ટર ભરૂચ 

પિયુષ મીસ્ત્રી 



Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો