અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થા માં વૃક્ષારોપણ કાર્યક્રમ તથા આંખ નો નિદાન કેમ્પ યોજાયો

ભરૂચ ત્રાલસા ગામ ખાતે આવેલ અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થા માં વૃક્ષારોપણ કાર્યક્રમ તથા આંખ નો નિદાન કેમ્પ યોજાયો.

આજરોજ સંસ્થામાં અબોલ જીવો માટે કાર્ય કરતી સંસ્થા *મન મૈત્રી સેવા ફાઉન્ડેશન* ના પ્રમુખશ્રી જયેશભાઈ પરીખ તથા શ્રીમતી હીનાબેન પરીખ દ્વારા તેમના પૂજ્ય માતુશ્રી ના 90 માં જન્મદિન પ્રવેશ નિમિત્તે સ્પેશિયલ બાળકો સાથે ઉજવણી કરવા માટેનો કાર્યક્રમ કરવામાં આવ્યો. સંસ્થાના ગ્રાઉન્ડમાં વિવિધ ઘટાદાર વૃક્ષો નું વૃક્ષારોપણ કરવામાં આવ્યું. ત્યારબાદ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો. બાળકો માટે પૌષ્ટિક ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી. 

શ્રીમાન જયેશભાઈ ના પરિવારજનો તથા તેના મિત્ર મંડળ , કિન્નર સમાજ ના અગ્રણી કોકીલા માસીબા ,દીપા માસીબા તથા વન વિભાગ માથી શ્રીમાન વિજયભાઈ પંડ્યા તથા તેમનો સ્ટાફ તથા શુકલતીર્થ માં વૃક્ષારોપણ ક્ષેત્રે ખૂબ જ અનેરી કામગીરી કરી રહેલા શ્રીમાન મિતેશ ભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. 



આ સાથે સંસ્થા પર શંકરા આઈ હોસ્પિટલ મોગર (જી.આણંદ) દ્વારા મફત મોતિયા બિંદ ઓપરેશન તથા આઇ ચેકઅપ નો કેમ્પ પણ યોજવામાં આવ્યો .જેમાં આજુબાજુના ગામોના 60 જેટલા દર્દીઓએ લાભ લીધો.અને 15 જેટલા દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા.

#gujaratniparchhai 

રિપોર્ટર ભરૂચ 

પિયુષ મીસ્ત્રી 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો