Posts

Showing posts from June, 2025

દીવાન ધનજીશા હાઈસ્કૂલ ઝગડીયા નાં પટાગણમાં પ્રાંત અધિકારીશ્રી કાજલબેન ગામીત તેમજ ઝગડીયા મામલતદારશ્રી નરેશભાઈ રાણા ની અધ્યક્ષતા એ યોજાયો

Image
ઝઘડિયા ની દિવાન ધનજીશા હાઇસ્કુલ ખાતે આંતરરાષ્ટ્રી યોગદિવસ યોજવામાં આવ્યો.        પરેશ પ્રજાપતિ 21 જૂન ‘ યોગ દિન નિમિતે દીવાન ધનજીશા હાઈસ્કૂલ ઝગડીયા નાં પટાગણમાં  પ્રાંત અધિકારીશ્રી કાજલબેન ગામીત તેમજ ઝગડીયા મામલતદારશ્રી નરેશભાઈ રાણા ની અધ્યક્ષતા એ યોજાયો. આ કાર્યક્રમ માં મુખ્ય યોગ ગુરુ તરીકે શ્રીમતી હીનાબેન મોદી તેમજ સહાયક તરીકે પિયુષભાઇ મોદી અને વૃંદાબેન પટેલ ઉપસ્થિત રહી તેમના માર્ગદર્શન હેઠળ શાળા નાં શિક્ષકો, વાલીશ્રી ઓ, તેમજ મોટી સંખ્યા માં વિદ્યાર્થી ઓ એ યોગિક ક્રિયા ની સમજ મેળવી યોગ કરી વાતાવરણ ને યોગમય બનાવ્યું. વરસાદી વાતાવરણ હોવા છતાં ખુબ મોટી સંખ્યા માં વિદ્યાર્થી ઓ એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.   કાર્યક્રમ નાં અંત માં પી. ટી.  ટીચર પંકજ પટેલે વિદ્યાર્થી ઓ ને દરરોજ ઘરે 30મિનીટ યોગ કરવાનો સંકલ્પ લેવડાવ્યો.  શાળા નાં આચાર્યશ્રી મુકેશભાઈ ટેલરે મહાનુભાવો આભાર વ્યક્ત કરી કાર્યક્રમની પૂર્ણતા કરાવી.  

દુમાલા વાઘપુરા ઉમલ્લા બઝાર માં ખાડા તેમજ કીચડ ને કારણે હાલાકી

Image
ભરૂચ જિલ્લા ના દુમાલા વાઘપુરા ઉમલ્લા બઝાર માં ખાડા તેમજ કીચડ ને કારણે હાલાકી રિપોર્ટર,પરેશ પ્રજાપતિ  ગ્રામપંચાયત દ્વારા ગામમા વિકાસ ના નામે મીંડું માર્ગ મકાનવિભાગ દ્વારા પણ કોઈ કામગીરી ન કરવામાં આવતા લોકોમાં રોષ.. ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકાના દુમાલા વાઘપુરા મેઈન બઝાર સહીત ગામમાં વરસાદ પડતાની સાથે કાદવ કીચડ સહિત મસમોટા ખાડા પડી જતા શાળા એ જતા બાળકો તેમજ બઝાર માં ખરીદી અર્થે આવતા લોકો ને હાલાકી પડી રહી છે સ્થાનિક પંચાયત તેમજ માર્ગ મકાન વિભાગ માં આવતા આ માર્ગને દુરુસ્ત કરવામાં ન આવતા સમગ્ર બઝાર માં જાણે નાના તળાવ બની ગયા હોઈ તેવી સ્થિતિ નું નિર્માણ થયું છે.સ્થાનિક પંચાયત હોઈ કે પછી માર્ગ મકાન વિભાગ લોકો ને પડતી હાલાકી થી કોઈ પડેલી ન હોઈ તેમ હાલ લોકો ને લાગી રહ્યું છે..દુમાલા ગ્રામપંચાયત ને પણ આ બાબતે પણ કાચા મટીરીયલ થી ખાડા પુરાવવા માં કોઈ રસ નથી બઝારમાંથી પસાર થતા રેતી ના મોટા હાયવા ટ્રક અને સ્થાનિક તંત્ર ના પાપે આ માર્ગ બિસ્માર બની જવા પામ્યો છે રેતી ના વાહનો જેઓ ને આ રસ્તા ઉપર ચલાવવા માટે ની પરમિશન ના હોવા છતાં બેફાહામ રાત દિવસ ચાલી રહ્યા છે જેનાથી આમ નાગરિકો પરેશાન થઈ રહ્યા છે....

ઝઘડિયા પોલીસે આંકડા લખનાર અને આંકડાનો હિસાબ લેનાર ઇસમ સહિત કુલ બે સામે ગુનો દાખલ

Image
ઝઘડિયા તાલુકાના પીપરીપાન ગામે આંક ફરકના આંકડાનો હારજીતનો જુગાર રમાડતો એક ઇસમ ઝડપાયો રિપોર્ટર,પરેશ પ્રજાપતિ  ઝઘડિયા પોલીસે આંકડા લખનાર અને આંકડાનો હિસાબ લેનાર ઇસમ સહિત કુલ બે સામે ગુનો દાખલ કર્યો ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પીપરીપાન ગામે આંક ફરકના આંકડાનો હારજીતનો જુગાર રમાડતો એક ઇસમ ઝઘડિયા પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી લઇને કુલ બે ઇસમો સામે ગુનો દાખલ કર્યો હતો. ઝઘડિયા પીઆઇ એન.આર.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો કડિઆ ડુંગર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પીપરીપાન ગામે આવતા રસ્તા પર એક માણસ કંઇક લખતો હોય એમ જણાતા તેની તપાસ કરતા તે ઇસમ આંક ફરકના હારજીતના આંકડા લખતો હોવાની જાણ થઇ હતી.તેની પાસેથી મળેલ કાગળમાં અલગઅલગ બજારના આંકડા લખેલ જોવા મળ્યા હતા. પોલીસ પુછપરછ દરમિયાન આ ઇસમ વિજયભાઇ લક્કડિયાભાઇ વસાવા રહે.ગામ પીપરીપાન તા.ઝઘડિયા જિ.ભરૂચનાએ જણાવેલ કે આંકડા લખીને તે આંકડાનો હિસાબ ગામ દરિયાના કમલેશ કાન્તિભાઇ વસાવાને આપતો હતો. પોલીસે આ પકડાયેલ ઇસમ પાસેથી આંકડા લખેલ કાગળ,બોલપેન તેમજ રોકડા રૂપિયા સહિત કુલ રૂપિયા ૧૬૦૦ નો મુદ્દામાલ કબ્જે લઇને ઉપરોક્ત બન્ને ઇસમો વિજય લક્કડિ...

વાગરાના પખાજણ, ભરૂચના ઝાડેશ્વર,અને ઝધ઼ડીયા તાલુકમાં રાજપારડી સહિત ઝગડિયા ખાતે બ્લેક્ટ્રેપ,સાદી રેતી અને સાદી માટી ખનીજના બિનઅધિકૃત વહન કરતા વાહનો સીઝ કરી ૧.૯૦ કરોડનો મુદ્દામાલ જપ્ત

Image
ભરૂચ જીલ્લા વાગરાના પખાજણ, ભરૂચના ઝાડેશ્વર,અને ઝધ઼ડીયા તાલુકમાં રાજપારડી સહિત ઝગડિયા ખાતે બ્લેક્ટ્રેપ,સાદી રેતી અને સાદી માટી ખનીજના બિનઅધિકૃત વહન કરતા વાહનો સીઝ કરી ૧.૯૦ કરોડનો મુદ્દામાલ જપ્ત  રિપોર્ટર,પિયુષમિસ્ત્રી  ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન અને ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃતિ મળી આવ્યે થી કાયદેસરની કાર્યવાહી સતત કરવામાં આવી રહી છે.  જે અન્વયે ભુસ્તરશાસ્ત્રીશ્રી ભરૂચની સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા તા.૦૯ થી ૧૫ જુન ૨૦૨૫નાં દિવસ દરમ્યાન ભરૂચ જીલ્લાના અલગ- અલગ સ્થળોએ આકસ્મિક તપાસ કરી હતી. આ તપાસ દરમ્યાન વાગરા તાલુકાના પંખાજણ, ભરૂચ તાલુકાના ઝાડશ્વર અને ઝઘડીયા તાલુકાના રાજપારડી- ઝધડીયા ખાતે કરવામાં આવેલી તપાસ દરમ્યાન બ્લેક્ટ્રેપ, સાદી રેતી અને સાદી માટી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૮ વાહનો ટ્રક નંબર-(૧) GJ-16-AV-1565 (૨) GJ-16-AW-0365 (૩) GJ-16-AV-7221(૪) GJ-05-BU-8190 (5) GJ-03-AX-8067(6) GJ-05-BU-...

ભરૂચની સંસ્કાર વિદ્યાભવન શાળામાં વાલીઓનો વિરોધ

Image
સંસ્કાર વિદ્યાભવન શાળામાં ભોજનની ગુણવત્તા નબળી, જનરેટરની સુવિધા નથી ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી સંસ્કાર વિદ્યાભવન શાળાની કાર્યપદ્ધતિ સામે વાલીઓએ આજે આચાર્યને રજૂઆત કરી છે. શાળાની વ્યવસ્થાઓ અંગે વાલીઓએ અનેક મુદ્દાઓ ઉઠાવ્યા છે. શાળા દ્વારા વિદ્યાર્થીઓને મૂકવા આવતા વાહનોને શાળાથી અડધો કિલોમીટર દૂર પાર્ક કરાવવામાં આવે છે. આના કારણે બાળકોએ ભારે બેગ સાથે લાંબું અંતર કાપવું પડે છે. વર્તમાન સમયમાં ગરમીની મોસમ ચાલી રહી છે. વીજળી વારંવાર જતી રહે છે. શાળામાં જનરેટરની સુવિધા ન હોવાથી બાળકોને ગરમીમાં મુશ્કેલી પડે છે. વાલીઓએ ફરજિયાત ભોજન યોજના સામે પણ વાંધો ઉઠાવ્યો છે. તેમના મતે ભોજનની ગુણવત્તા યોગ્ય નથી. આમ છતાં શાળા સંચાલકો તેને ફરજિયાત બનાવી રહ્યા છે. તાજેતરમાં શાળાએ લોગો વાળી બુકના વેચાણ મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ નોટિસ પાઠવી હતી. આ મુદ્દે શાળાના આચાર્ય શૈલજા સિંહે જણાવ્યું કે, વાલીઓની રજૂઆતને ધ્યાને લઈને તમામ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. #gujaratniparchhai 

કુળદેવી માતાજીએ અમદાવાદના ટ્રાફિક માં ફાળવ્યા ભરૂચની ભૂમિ ચૌહાણને બચાવી

Image
ભગવાન અને કુળદેવી માતાજી એ અમદાવાદના ટ્રાફિક માં ફાળવ્યા ભરૂચની ભૂમિ ચૌહાણને બચાવી લીધી 10 મિનિટ અમદાવાદ એરપોર્ટ પર મોડી પડતા ચેક ઇન નહિ થતા પરત ફરવું પડ્યું ભગવાને પુનઃજન્મ આપ્યો હોવાની અનુભૂતિ અમદાવાદના ટ્રાફિકજામે ભરૂચની ભૂમિ ચૌહાણનો જીવ બચાવ્યો છે. ટ્રાફિકજામના કારણે લંડન જઈ રહેલી યુવતી એરપોર્ટ પર 10 મિનિટ મોડી પહોંચતા ફ્લાઇટ મિસ કરી હતી અને ત્યારબાદ પ્લેન ક્રેશની દુખદ ઘટના બની. અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભરૂચની ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો. ટ્રાફિકને કારણે તેઓ એર ઈન્ડિયાની લંડન જતી ફ્લાઇટ 10 મિનિટ માટે ચૂકી ગયા અને જેમાં તેમનો બચાવ થયો હતો. ભરૂચની મેઘદૂત ટાઉનશિપના રહેવાસી અને સ્ટુડન્ટ વિઝા પર 2 વર્ષથી લંડનમાં રહેતા ભૂમિ ચૌહાણ રજાઓમાં ભરૂચ આવ્યા હતા. રજાઓ પૂર્ણ થતાં ગતરોજ ક્રેશ થયેલ અમદાવાદ લંડન ફલાઇટ મારફતે જવાના હતા. તેઓ વહેલી સવારે અમદાવાદ જવા માટે નીકળી ગયા હતા પરંતુ અમદાવાદના ટ્રાફિક જામમાં અટવાઈ જતા તેઓ બપોરે 12: 20 મિનિટે એરપોર્ટ પર પહોંચ્યા હતા. જોકે 12:10 એ એરપોર્ટ પર બોર્ડિંગ લિસ્ટ બની જતા તે...

હાઈકલ લિમિટેડ દ્વારા હરિયાળી પૃથ્વી પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં કંપનીની પાનોલી ઉત્પાદન સુવિધા ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક મહિના સુધીની વૃક્ષારોપણ ઝુંબેશ શરૂ કરવામાં આવ્યો

Image
હાઈકલ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે હરિયાળી પૃથ્વી માટેની પ્રતિબદ્ધતા સાથે સમગ્ર મહિના દરમિયાન વૃક્ષારોપણ અભિયાનની શરૂઆત    રિપોર્ટર,પિયુષમિસ્ત્રી  પાનોલી વૈશ્વિક જીવન વિજ્ઞાન કંપનીઓના એક વિશ્વસનીય ભાગીદાર, હાઈકલ લિમિટેડ દ્વારા હરિયાળી પૃથ્વી પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં કંપનીની પાનોલી ઉત્પાદન સુવિધા ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક મહિના સુધીની વૃક્ષારોપણ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ પહેલ દરમિયાન સમગ્ર જૂન દરમ્યાન 500 વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે, જેનો ઉદ્દેશ્ય સાઇટના ગ્રીન કવરને 5% થી વધારવાનો છે. આ ઝુંબેશ એ રોજિંદી કામગીરીમાં પર્યાવરણીય દેખરેખ એકીકૃત કરવાના હાઈકલના એક ભવ્ય વિઝનનો ભાગ છે, જે તેની જવાબદાર રીતે વૃદ્ધિ અને સાઇટ-સ્તરની સ્થિરતા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ વૃક્ષારોપણ ઝુંબેશ તેના ઉત્પાદન ફૂટપ્રિન્ટમાં સ્થિર પ્રથાઓ પ્રત્યે હાઈકલની વ્યાપક પ્રતિબદ્ધતાનો એક ભાગ છે. પાનોલી સાઇટમાં કંપનીના મુખ્ય વિભાગો એટલે કે ફાર્મા, પશુ આરોગ્ય અને પાક સંરક્ષણનો સમાવેશ થાય છે, અને તે ઔદ્યોગિક વિકાસમ પર્યાવરણીય સંભાળ સાથે સંતુલિત ઉદાહરણ તરીકે સામ...

ભારતનો પ્રથમ ઇ-વેસ્ટ અને સેકન્ડરી કોપર રિસાયક્લિંગ પ્રોજેક્ટ વાગરા સ્થિત પખાજન ખાતે શરૂ થયો

Image
હિન્દાલ્કો ના ઇ-વેસ્ટ અને સેકન્ડરી કોપર રિસાયક્લિંગ પ્રોજેક્ટ દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ.  ભારતનો પ્રથમ ઇ-વેસ્ટ અને સેકન્ડરી કોપર રિસાયક્લિંગ પ્રોજેક્ટ વાગરા સ્થિત પખાજન ખાતે શરૂ થયો છે. હિન્ડાલ્કોએ "પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત" થીમ સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી છે. આ કાર્યક્રમ પર્યાવરણ સંરક્ષણ, નિવારણ અને પ્રદૂષણ નિયંત્રણ અંગે શપથ સાથે શરૂ થયો છે. પ્રમુખ અને યુનિટ હેડ શ્રી કૌશિક વકીલે સભાને સંબોધિત કરી હતી અને પ્લાસ્ટિક કેરી બેગને બદલે શણની થેલીનો ઉપયોગ અને તેને રોજિંદા જીવનમાં અપનાવવા વિશે જણાવ્યું હતું. તેમણે રિસાયક્લિંગ પ્રોજેક્ટની વિશિષ્ટતા અને ગ્રીન પહેલ વિશે પણ માહિતી આપી હતી.  જેમ કે વિશ્વ કક્ષાની પ્રક્રિયા ટેકનોલોજી, પર્યાવરણ વડા ડૉ. સંજય કુમારે સિંગ એ હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ દ્વારા અપનાવવામાં આવેલી ગ્રીન પહેલ વિશે મેનેજિંગ ડિરેક્ટર શ્રી સતીશ પાઈનો સંદેશ આપ્યો હતો. રિસાયક્લિંગ પ્રોજેક્ટે પખાજન ગામમાં પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ પણ યોજ્યો હતો અને પખાજન ગામના તમામ રહેવાસીઓને શણની થેલીઓ અને રોપાઓનું વિતરણ કર્યું હતું. #gujaratniparchhai 

પ્લાસ્ટિક પ્રદૂષણને હરાવો" થીમ પર વિશ્વ પર્યાવરણ સપ્તાહ 2025 ઉજવણી કરવામાં આવી

Image
બિરલા કોપર દ્વારા "પ્લાસ્ટિક પ્રદૂષણને હરાવો" થીમ પર વિશ્વ પર્યાવરણ સપ્તાહ 2025 ઉજવવામાં આવ્યો. રિપોર્ટર,પિયુષમિસ્ત્રી  વિશ્વ પર્યાવરણ સપ્તાહ 2025 બિરલા કોપર , દહેજ દ્વારા ખૂબ જ ઉત્સાહ અને પર્યાવરણીય જાગૃતિ સાથે "પ્લાસ્ટિક પ્રદૂષણને હરાવો" થીમ હેઠળ 1 જૂનથી 5 જૂન સુધી ઉજવણી કરવામાં આવી હતી. એક વિશિષ્ટ કાર્યક્રમ હેઠળ તા. કોપર ક્લબ ખાતે સીડ બોલ તૈયારી પ્રવૃત્તિ માં 80 બાળકોએ ભાગ લીધો અને 17 જાતના સ્થાનિક બીજનો ઉપયોગ કરીને સીડ બોલ તૈયાર કર્યા. આ સાથે ટાઉનશીપમાં 75 કૃત્રિમ પક્ષી માળાઓની સ્થાપના, સ્થાનિક પક્ષીઓની પ્રજાતિઓ માટે સલામત નિવાસસ્થાનને પ્રોત્સાહન આપવા નો અભિગમ હાથ ધરાયો. તથા ઓનલાઇન પર્યાવરણીય ક્વિઝ સ્પર્ધા , પરશુરામ બીચ પર સફળ બીચ સફાઈ અભિયાન, જેમાં કર્મચારીઓ અને સ્થાનિક ગ્રામજનો - લુવારા અને લખીગામના સરપંચ સહિત લોકોએ રિસાયક્લિંગ માટે આશરે 132 કિલો પ્લાસ્ટિક કચરો એકત્રિત કર્યો. તા. 5 જૂને સાયકલિંગ રેલી સાથે એક ભવ્ય સમાપન સમારોહ યોજાયો હતો, જેમાં ધ્વજવંદન અને પર્યાવરણીય શપથ જેમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવાની પ્રતિજ્ઞા લીધી.પ્રશંસનીય પ્રયાસો બદલ કર્મચારીઓને પ્રશંસ...

બિરલા કોપર, દહેજ ના સી.એસ.આર. અંતર્ગત, લખીગામ ખાતે ઉજવણી કરાઈ

Image
બિરલા કોપર દહેજ સી.એસ.આર.અંતર્ગત પર્યાવરણ દિવસની ઉજવણી રિપોર્ટર,પિયુષ મિસ્ત્રી  આંતરરાષ્ટ્રીય પર્યાવરણ દિવસ સંદર્ભમાં, હિન્ડાલકો ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ, યુનિટ - બિરલા કોપર, દહેજ ના સી.એસ.આર. અંતર્ગત, વાગરા તાલુકાના લખીગામ ખાતે તા.૦૩.૦૬.૨૦૨૫,મંગળવાર ના રોજ જયુટ બેગ (કાપડની થેલીઓ)નું અને ફળાવ વૃક્ષનાં રોપાઓનું વિતરણ કરવામાં આવ્યુ. આ કાર્યક્રમ દરમિયાન બિરલા ડોપરનાં યુનિટ હેડ કે.કુમારાવેલ, એનવાયરમેન્ટ હેડ સચીન શર્મા, મૌલીક પરમાર – સી.એસ.આર. હેડ, ગ્રામ પંચાયત લખીગામનાં સરપંચ તથા સભ્યો, તલાટી, બિરલાકોપર સી.એસ.આર. ટીમ, એનવાયર્નમેન્ટ ટીમ, લખીગામના આગેવાનો તથા ગામનાં લાભાર્થીઓ ઉપસ્થીત રહયા હતા. આ કાર્યક્રમ માં ગ્રામીણ મહિલાઓને પર્યાવરણ સુરક્ષા અર્થે પ્લાસ્ટીક મુક્ત અને હરીયાળુ ગામ બનાવવા સહભાગી થવા પ્રેરક પ્રવચન ધ્વારા પ્રોત્સાહિત કર્યા હતા. #gujaratniparchhai