કુળદેવી માતાજીએ અમદાવાદના ટ્રાફિક માં ફાળવ્યા ભરૂચની ભૂમિ ચૌહાણને બચાવી

ભગવાન અને કુળદેવી માતાજી એ અમદાવાદના ટ્રાફિક માં ફાળવ્યા ભરૂચની ભૂમિ ચૌહાણને બચાવી લીધી


10 મિનિટ અમદાવાદ એરપોર્ટ પર મોડી પડતા ચેક ઇન નહિ થતા પરત ફરવું પડ્યું


ભગવાને પુનઃજન્મ આપ્યો હોવાની અનુભૂતિ


અમદાવાદના ટ્રાફિકજામે ભરૂચની ભૂમિ ચૌહાણનો જીવ બચાવ્યો છે. ટ્રાફિકજામના કારણે લંડન જઈ રહેલી યુવતી એરપોર્ટ પર 10 મિનિટ મોડી પહોંચતા ફ્લાઇટ મિસ કરી હતી અને ત્યારબાદ પ્લેન ક્રેશની દુખદ ઘટના બની.



અમદાવાદનો ભારે ટ્રાફિક વાહનચાલકો માટે માથાના દુઃખાવા સમાન રહેતો હોય છે. પરંતુ આ ટ્રાફિક ભરૂચની ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો. ટ્રાફિકને કારણે તેઓ એર ઈન્ડિયાની લંડન જતી ફ્લાઇટ 10 મિનિટ માટે ચૂકી ગયા અને જેમાં તેમનો બચાવ થયો હતો.


ભરૂચની મેઘદૂત ટાઉનશિપના રહેવાસી અને સ્ટુડન્ટ વિઝા પર 2 વર્ષથી લંડનમાં રહેતા ભૂમિ ચૌહાણ રજાઓમાં ભરૂચ આવ્યા હતા. રજાઓ પૂર્ણ થતાં ગતરોજ ક્રેશ થયેલ અમદાવાદ લંડન ફલાઇટ મારફતે જવાના હતા. તેઓ વહેલી સવારે અમદાવાદ જવા માટે નીકળી ગયા હતા પરંતુ અમદાવાદના ટ્રાફિક જામમાં અટવાઈ જતા તેઓ બપોરે 12: 20 મિનિટે એરપોર્ટ પર પહોંચ્યા હતા.

જોકે 12:10 એ એરપોર્ટ પર બોર્ડિંગ લિસ્ટ બની જતા તેઓએ ફ્લાઈટ મીસ કરવાનો વારો આવ્યો હતો. આ સમયે ગુસ્સામાં તેઓએ તેમનો બોર્ડિંગ પાસ પણ ફાડી નાખ્યો હતો અને એરપોર્ટની બહાર જ આવ્યા હતા જ્યાં તેઓને ફ્લાઇટ ક્રેશ થવાના સમાચાર મળતા જ તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા અને ભગવાનનો આભાર માન્યો હતો.

માત્ર 10 મિનિટ માટે મોતને હાથતાળી આપનાર ભૂમિ ચૌહાણે એવિએશન મિનિસ્ટ્રી અને એરલાઇન્સ કંપની એરોપ્લેનના સિક્યુરિટી ચેક અને પ્રોટોકોલ સાથે ભવિષ્યમાં કોઈ બાંધછોડ નહીં કરે એવી માંગ કરી છે.

ભૂમિ ચૌહાણ તેમની 10 વર્ષની પુત્રીને ભરૂચ મૂકી અને લંડન જઈ રહ્યા હતા પરંતુ પ્લેન ક્રેશની ઘટનામાં તેમનો આબાદ બચાવ થયો હતો ત્યારે પરિવારજનો સાથે વાત થતા તેઓની આંખમાંથી આંસુ સરી પડ્યા હતા. પરિવારજનો પણ ભગવાનનો અને કુળદેવીનો આભાર માની રહ્યા છે.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો