વાગરાના પખાજણ, ભરૂચના ઝાડેશ્વર,અને ઝધ઼ડીયા તાલુકમાં રાજપારડી સહિત ઝગડિયા ખાતે બ્લેક્ટ્રેપ,સાદી રેતી અને સાદી માટી ખનીજના બિનઅધિકૃત વહન કરતા વાહનો સીઝ કરી ૧.૯૦ કરોડનો મુદ્દામાલ જપ્ત

ભરૂચ જીલ્લા વાગરાના પખાજણ, ભરૂચના ઝાડેશ્વર,અને ઝધ઼ડીયા તાલુકમાં રાજપારડી સહિત ઝગડિયા ખાતે બ્લેક્ટ્રેપ,સાદી રેતી અને સાદી માટી ખનીજના બિનઅધિકૃત વહન કરતા વાહનો સીઝ કરી ૧.૯૦ કરોડનો મુદ્દામાલ જપ્ત 



રિપોર્ટર,પિયુષમિસ્ત્રી 

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન અને ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃતિ મળી આવ્યે થી કાયદેસરની કાર્યવાહી સતત કરવામાં આવી રહી છે. 



જે અન્વયે ભુસ્તરશાસ્ત્રીશ્રી ભરૂચની સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા તા.૦૯ થી ૧૫ જુન ૨૦૨૫નાં દિવસ દરમ્યાન ભરૂચ જીલ્લાના અલગ- અલગ સ્થળોએ આકસ્મિક તપાસ કરી હતી. આ તપાસ દરમ્યાન વાગરા તાલુકાના પંખાજણ, ભરૂચ તાલુકાના ઝાડશ્વર અને ઝઘડીયા તાલુકાના રાજપારડી- ઝધડીયા ખાતે કરવામાં આવેલી તપાસ દરમ્યાન બ્લેક્ટ્રેપ, સાદી રેતી અને સાદી માટી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૮ વાહનો ટ્રક નંબર-(૧) GJ-16-AV-1565 (૨) GJ-16-AW-0365 (૩) GJ-16-AV-7221(૪) GJ-05-BU-8190 (5) GJ-03-AX-8067(6) GJ-05-BU-7353 (7) GJ-16-AW-9711 (8) GJ-16-AV-8947ને સીઝ કરી કુલ-૧.૯૦કરોડનો મુદ્દામાલ જપ્ત કરી જીલ્લા સેવાસદન,ઝધડિયા પોલીસ સ્ટેશન, રાજપારડી પોલીસ સ્ટેશન અને વાગરા પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલ જપ્ત કરી રાખવામાં આવ્યો છે.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો