બિરલા કોપર, દહેજ ના સી.એસ.આર. અંતર્ગત, લખીગામ ખાતે ઉજવણી કરાઈ

બિરલા કોપર દહેજ સી.એસ.આર.અંતર્ગત પર્યાવરણ દિવસની ઉજવણી

રિપોર્ટર,પિયુષ મિસ્ત્રી 



આંતરરાષ્ટ્રીય પર્યાવરણ દિવસ સંદર્ભમાં, હિન્ડાલકો ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ, યુનિટ - બિરલા કોપર, દહેજ ના સી.એસ.આર. અંતર્ગત, વાગરા તાલુકાના લખીગામ ખાતે તા.૦૩.૦૬.૨૦૨૫,મંગળવાર ના રોજ જયુટ બેગ (કાપડની થેલીઓ)નું અને ફળાવ વૃક્ષનાં રોપાઓનું વિતરણ કરવામાં આવ્યુ. આ કાર્યક્રમ દરમિયાન બિરલા ડોપરનાં યુનિટ હેડ કે.કુમારાવેલ, એનવાયરમેન્ટ હેડ સચીન શર્મા, મૌલીક પરમાર – સી.એસ.આર. હેડ, ગ્રામ પંચાયત લખીગામનાં સરપંચ તથા સભ્યો, તલાટી, બિરલાકોપર સી.એસ.આર. ટીમ, એનવાયર્નમેન્ટ ટીમ, લખીગામના આગેવાનો તથા ગામનાં લાભાર્થીઓ ઉપસ્થીત રહયા હતા. આ કાર્યક્રમ માં ગ્રામીણ મહિલાઓને પર્યાવરણ સુરક્ષા અર્થે પ્લાસ્ટીક મુક્ત અને હરીયાળુ ગામ બનાવવા સહભાગી થવા પ્રેરક પ્રવચન ધ્વારા પ્રોત્સાહિત કર્યા હતા.

#gujaratniparchhai 


Comments

Popular posts from this blog

ખારવા પંચ યુવા સમિતિ દ્વારા ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું વિશિષ્ટ સન્માન

વેજલપુર પારસીવાડ માં એક મકાન ધરાશાય થતા એક કામદાર મકાન નીચે દટાયો

સહજાનંદ એવન્યુ ખાતે 'વિશ્વ પર્યાવરણ દિવસ' નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ: રહીશોએ લીધો પ્રકૃતિ જતનનો સંકલ્પ