પ્લાસ્ટિક પ્રદૂષણને હરાવો" થીમ પર વિશ્વ પર્યાવરણ સપ્તાહ 2025 ઉજવણી કરવામાં આવી

બિરલા કોપર દ્વારા "પ્લાસ્ટિક પ્રદૂષણને હરાવો" થીમ પર વિશ્વ પર્યાવરણ સપ્તાહ 2025 ઉજવવામાં આવ્યો.


રિપોર્ટર,પિયુષમિસ્ત્રી 

વિશ્વ પર્યાવરણ સપ્તાહ 2025 બિરલા કોપર , દહેજ દ્વારા ખૂબ જ ઉત્સાહ અને પર્યાવરણીય જાગૃતિ સાથે "પ્લાસ્ટિક પ્રદૂષણને હરાવો" થીમ હેઠળ 1 જૂનથી 5 જૂન સુધી ઉજવણી કરવામાં આવી હતી. એક વિશિષ્ટ કાર્યક્રમ હેઠળ તા. કોપર ક્લબ ખાતે સીડ બોલ તૈયારી પ્રવૃત્તિ માં 80 બાળકોએ ભાગ લીધો અને 17 જાતના સ્થાનિક બીજનો ઉપયોગ કરીને સીડ બોલ તૈયાર કર્યા. આ સાથે ટાઉનશીપમાં 75 કૃત્રિમ પક્ષી માળાઓની સ્થાપના, સ્થાનિક પક્ષીઓની પ્રજાતિઓ માટે સલામત નિવાસસ્થાનને પ્રોત્સાહન આપવા નો અભિગમ હાથ ધરાયો. તથા ઓનલાઇન પર્યાવરણીય ક્વિઝ સ્પર્ધા , પરશુરામ બીચ પર સફળ બીચ સફાઈ અભિયાન, જેમાં કર્મચારીઓ અને સ્થાનિક ગ્રામજનો - લુવારા અને લખીગામના સરપંચ સહિત લોકોએ રિસાયક્લિંગ માટે આશરે 132 કિલો પ્લાસ્ટિક કચરો એકત્રિત કર્યો. તા. 5 જૂને સાયકલિંગ રેલી સાથે એક ભવ્ય સમાપન સમારોહ યોજાયો હતો, જેમાં ધ્વજવંદન અને પર્યાવરણીય શપથ જેમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવાની પ્રતિજ્ઞા લીધી.પ્રશંસનીય પ્રયાસો બદલ કર્મચારીઓને પ્રશંસા પ્રમાણપત્રો વિતરણ, પર્યાવરણીય થીમ્સ પર ગીતો અને કવિતાઓ સહિત સાંસ્કૃતિક પ્રદર્શન જેવા અનેક કાર્યક્રમો યોજાયા હતા.જેમાં કર્મચારીઓ અને આસપાસના સમુદાયોમાં જાગૃતિ લાવવા પ્રભાવશાળી પર્યાવરણ-મૈત્રીપૂર્ણ પગલાંઓ અંગે ની ફિલ્મ દર્શાવવામાં આવી હતી.


ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ - ભરૂચ દ્વારા 27 મે, 2025 ના રોજ ભાડભુત ગામમાં આયોજિત વિશ્વ પર્યાવરણ દિવસ કાર્યક્રમમાં સક્રિય ભાગીદારી દ્વારા વૃક્ષારોપણ, નદી કિનારાની સફાઈમાં ભાગ લીધો હતો અને સિંગલ-યુઝ પ્લાસ્ટિકથી દૂર રહેવા માટે ગ્રામજનો અને બાળકોને શણની થેલીઓનું વિતરણ કર્યું હતું.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો