ઝઘડિયા પોલીસે આંકડા લખનાર અને આંકડાનો હિસાબ લેનાર ઇસમ સહિત કુલ બે સામે ગુનો દાખલ

ઝઘડિયા તાલુકાના પીપરીપાન ગામે આંક ફરકના આંકડાનો હારજીતનો જુગાર રમાડતો એક ઇસમ ઝડપાયો


રિપોર્ટર,પરેશ પ્રજાપતિ 

ઝઘડિયા પોલીસે આંકડા લખનાર અને આંકડાનો હિસાબ લેનાર ઇસમ સહિત કુલ બે સામે ગુનો દાખલ કર્યો

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પીપરીપાન ગામે આંક ફરકના આંકડાનો હારજીતનો જુગાર રમાડતો એક ઇસમ ઝઘડિયા પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી લઇને કુલ બે ઇસમો સામે ગુનો દાખલ કર્યો હતો. ઝઘડિયા પીઆઇ એન.આર.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો કડિઆ ડુંગર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પીપરીપાન ગામે આવતા રસ્તા પર એક માણસ કંઇક લખતો હોય એમ જણાતા તેની તપાસ કરતા તે ઇસમ આંક ફરકના હારજીતના આંકડા લખતો હોવાની જાણ થઇ હતી.તેની પાસેથી મળેલ કાગળમાં અલગઅલગ બજારના આંકડા લખેલ જોવા મળ્યા હતા. પોલીસ પુછપરછ દરમિયાન આ ઇસમ વિજયભાઇ લક્કડિયાભાઇ વસાવા રહે.ગામ પીપરીપાન તા.ઝઘડિયા જિ.ભરૂચનાએ જણાવેલ કે આંકડા લખીને તે આંકડાનો હિસાબ ગામ દરિયાના કમલેશ કાન્તિભાઇ વસાવાને આપતો હતો. પોલીસે આ પકડાયેલ ઇસમ પાસેથી આંકડા લખેલ કાગળ,બોલપેન તેમજ રોકડા રૂપિયા સહિત કુલ રૂપિયા ૧૬૦૦ નો મુદ્દામાલ કબ્જે લઇને ઉપરોક્ત બન્ને ઇસમો વિજય લક્કડિયાભાઇ વસાવા રહે.ગામ પીપરીપાન તા.ઝઘડિયા જિ.ભરૂચ અને કમલેશ કાન્તિભાઇ વસાવા રહે.દરિયા તા.ઝઘડિયા જિ.ભરૂચના વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. 

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો