ભરૂચની સંસ્કાર વિદ્યાભવન શાળામાં વાલીઓનો વિરોધ

સંસ્કાર વિદ્યાભવન શાળામાં ભોજનની ગુણવત્તા નબળી, જનરેટરની સુવિધા નથી


ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી સંસ્કાર વિદ્યાભવન શાળાની કાર્યપદ્ધતિ સામે વાલીઓએ આજે આચાર્યને રજૂઆત કરી છે. શાળાની વ્યવસ્થાઓ અંગે વાલીઓએ અનેક મુદ્દાઓ ઉઠાવ્યા છે.



શાળા દ્વારા વિદ્યાર્થીઓને મૂકવા આવતા વાહનોને શાળાથી અડધો કિલોમીટર દૂર પાર્ક કરાવવામાં આવે છે. આના કારણે બાળકોએ ભારે બેગ સાથે લાંબું અંતર કાપવું પડે છે. વર્તમાન સમયમાં ગરમીની મોસમ ચાલી રહી છે. વીજળી વારંવાર જતી રહે છે. શાળામાં જનરેટરની સુવિધા ન હોવાથી બાળકોને ગરમીમાં મુશ્કેલી પડે છે.


વાલીઓએ ફરજિયાત ભોજન યોજના સામે પણ વાંધો ઉઠાવ્યો છે. તેમના મતે ભોજનની ગુણવત્તા યોગ્ય નથી. આમ છતાં શાળા સંચાલકો તેને ફરજિયાત બનાવી રહ્યા છે.

તાજેતરમાં શાળાએ લોગો વાળી બુકના વેચાણ મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ નોટિસ પાઠવી હતી. આ મુદ્દે શાળાના આચાર્ય શૈલજા સિંહે જણાવ્યું કે, વાલીઓની રજૂઆતને ધ્યાને લઈને તમામ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો