દુમાલા વાઘપુરા ઉમલ્લા બઝાર માં ખાડા તેમજ કીચડ ને કારણે હાલાકી

ભરૂચ જિલ્લા ના દુમાલા વાઘપુરા ઉમલ્લા બઝાર માં ખાડા તેમજ કીચડ ને કારણે હાલાકી


રિપોર્ટર,પરેશ પ્રજાપતિ 


ગ્રામપંચાયત દ્વારા ગામમા વિકાસ ના નામે મીંડું

માર્ગ મકાનવિભાગ દ્વારા પણ કોઈ કામગીરી ન કરવામાં આવતા લોકોમાં રોષ..

ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકાના દુમાલા વાઘપુરા મેઈન બઝાર સહીત ગામમાં વરસાદ પડતાની સાથે કાદવ કીચડ સહિત મસમોટા ખાડા પડી જતા શાળા એ જતા બાળકો તેમજ બઝાર માં ખરીદી અર્થે આવતા લોકો ને હાલાકી પડી રહી છે સ્થાનિક પંચાયત તેમજ માર્ગ મકાન વિભાગ માં આવતા આ માર્ગને દુરુસ્ત કરવામાં ન આવતા સમગ્ર બઝાર માં જાણે નાના તળાવ બની ગયા હોઈ તેવી સ્થિતિ નું નિર્માણ થયું છે.સ્થાનિક પંચાયત હોઈ કે પછી માર્ગ મકાન વિભાગ લોકો ને પડતી હાલાકી થી કોઈ પડેલી ન હોઈ તેમ હાલ લોકો ને લાગી રહ્યું છે..દુમાલા ગ્રામપંચાયત ને પણ આ બાબતે પણ કાચા મટીરીયલ થી ખાડા પુરાવવા માં કોઈ રસ નથી બઝારમાંથી પસાર થતા રેતી ના મોટા હાયવા ટ્રક અને સ્થાનિક તંત્ર ના પાપે આ માર્ગ બિસ્માર બની જવા પામ્યો છે રેતી ના વાહનો જેઓ ને આ રસ્તા ઉપર ચલાવવા માટે ની પરમિશન ના હોવા છતાં બેફાહામ રાત દિવસ ચાલી રહ્યા છે જેનાથી આમ નાગરિકો પરેશાન થઈ રહ્યા છે.. 

ઘણા વર્ષો થી દુમાલા વાઘપુરા ગામ માં સુવિધાઓ નો અભાવ જોવા મળી રહ્યો છે ગામના બઝાર ની મધ્ય માંથી પસાર થતા માર્ગને ડામર પેચિંગ સહિત ની કામગીરી ન કરવામાં આવતા અહીં માત્ર કાચો માર્ગ રહ્યો છે શાળા એ જતા બાળકોને શાળા એ જવા આવવા માટે આજ રાસ્તા માંથી પસાર થતા કાદવ કીચડ માં પગરખા સહીત કપડાં પણ બગડી રહ્યા છે ખરીદી અર્થે આવતી જતી ગૃહિણીઓ ને પણ હાલાકી પડી રહી છે તો બાઈક ચાલકો ને પણ વાહન સ્લીપ થઈ જતા ગંભીર ઈજાઓ થવાનો ખતરો ઉભો થઈ રહ્યો છે જેથી બિસ્માર બનેલ આ માર્ગ ને તાત્કાલિક દુરુસ્ત કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો