ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ

દેવ ઘોઘારાવ મહારાજની એક દંત કથા બંગાળના હેરવા ખાતે જેવર રાજા રાજય કરતા હતાં. તેની સ્વરૂપવાન પત્નીનું નામ બાછલ. રૂપ–રૂપનાં અંબાર સમી બાછલનાં ખોળાને ખુંદનાર કોઇ સંતાન ન હતું. વંશ વેલો ચાલુ રહે તેવા સંતાન સુખથી આ દંપતિ વંચિત હતું. રાજા દંપતિ સતત ચિંતિત હતા અને તેઓએ સંતાન પ્રાપ્તી માટે અનેક દાન ધર્મો કર્યા હતા. યજ્ઞો કર્યા, સાધુ સંતોને બોલાવી તેઓના આર્શિવાદ મેળવ્યા પણ આશાનું કોઇ કિરણ નજેર પડતું ન હતું. બીજી તરફ બાછલની સગી બહેન જે તેની હુબહુ શકલ ધરાવતી હતી તેને ખોળે પણ સંતાન ન હતું. બંને બહેનો સંતાન સુખની પ્રાપ્તિ માટે અનેક સાધુ સંતોની પાસે જઇ આવી હતી. સંતાન સુખની પ્રાપ્તી માટે રાજા જેવરસિંહે ૯૯ યજ્ઞ કર્યા હતા. જેને લઈ ઈન્દ્ર લોકની ગાદી પણ હચમચી જવા પામી હતી અને ત્યારે ઈન્દ્રદેવે રાજા જેવરસિંહ યજ્ઞ કેમ કરે છે તે જાણવા માટે નારદમુની અને શનિદેવને ધરતી લોક ઉપર મોકલ્યા હતા જે બાદ તેઓ રાજા જેવરસિંહ પાસે આવે છે અને યજ્ઞ કરવાનું કારણ પુછે છે ત્યારે રાજા તેઓને યજ્ઞ સંતાન પ્રાપ્તીની ઈચ્છા માટે કરતા હોય તે વાત જણાવે છે ત્યારે નારદ મુની તેઓને કહે છે કે, આ મૃત્યુલોકમાં એક એવા સિધ્ધ યોગી છે ક...