મુન્શી મનુબરવાલા મેમોરીયલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત હાજી અહમદ મુન્શી આઈ.ટી.આઈ. ખાતે આજે "નશામુક્તિ અભિયાન" કાર્યક્રમનું આયોજન કરાયું

"નશામુક્તિ અભિયાન" કાર્યક્રમ



મુન્શી મનુબરવાલા મેમોરીયલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત હાજી અહમદ મુન્શી આઈ.ટી.આઈ. ખાતે આજે "નશામુક્તિ અભિયાન" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 



આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એસ.ટી. દેસાઈ મેડમ અને તેમની ટીમ ઉપસ્થિત રહી હતી.



પી.એસ.આઈ. મેડમે પોતાના વક્તવ્યમાં નશાના ગંભીર પરિણામો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને સમજાવ્યું કે નશો માત્ર વ્યક્તિના સ્વાસ્થ્યને જ નહીં, પરંતુ તેના પરિવાર અને સમાજને પણ કેવી રીતે નુકસાન પહોંચાડે છે. તેમણે નશામુક્ત જીવન જીવવાના ફાયદાઓ વિશે પણ જણાવ્યું હતું.



આ કાર્યક્રમ દરમિયાન, તાલીમાર્થીઓને નશામુક્તિ માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પોતે નશાથી દૂર રહેવા અને અન્ય લોકોને પણ નશાના દૂષણથી બચાવવા માટે સંકલ્પ કર્યો હતો.

કાર્યક્રમના અંતે, આઈ.ટી.આઈ.ના ઇન્ચાર્જ શ્રી રિયાઝ કડવા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓમાં નશા પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં અને તેમને એક સ્વસ્થ જીવન જીવવા માટે પ્રેરણા આપવામાં સફળ રહ્યો.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો