દીવાન ધનજીશા હાઇસ્કુલ જગડીયા ખાતે જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ
શ્રી નૂતન કેળવણી મંડળ જગડીયા સંચાલિત દીવાન ધનજીશા હાઇસ્કુલ જગડીયા ખાતે જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.
રિપોર્ટર, પરેશ પ્રજાપતિ
ઝઘડિયા તાલુકા ખાતે આવેલી સૈકા ની સફર પૂરી કરી ચૂકેલી દિવાન ધનજીશા હાઇસ્કુલ ખાતે વિદ્યાર્થીઓમાં શિક્ષણ ના મૂલ્યો સાથે સાથે સંસ્કારોનું સિંચન થાય હેતુસર દર વર્ષે ઉત્સવ સમિતિ દ્વારા શાળામાં વિવિધ ઉત્સવો ની ખૂબધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે આજરોજ પણ શાળા ખાતે જન્માષ્ટમી પર્વની ખૂબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે ચાલુ વર્ષે શાળાના વિદ્યાર્થીઓએ જન્માષ્ટમી પર્વમાં પણ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો.
લગભગ 150 જેટલા વિદ્યાર્થીઓએ કૃષ્ણ જન્મોત્સવ ની વિવિધ લીલાઓ નું વર્ણન કરતી કૃતિઓ રજૂ કરી હતી. ઉત્સવ સમિતિના કન્વીનર શ્રીમતી ઇન્દુબેન રાવત સાથે સમિતિના અન્ય સભ્યો દ્વારા ખૂબ જ ઉત્સાહભેર સમગ્ર કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી નુતન કેળવણી મંડળના હોદ્દેદાર શ્રીઓએ શાળામાં પધારી શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો.
શાળાના આચાર્યશ્રી મુકેશ ટેલર સાહેબ દ્વારા બાળકોને શ્રીકૃષ્ણ ભગવાન ના સ્વમુખે કહેવાયલ ભગવત ગીતા નો સાર ટૂંકમાં સમજાવવામાં આવ્યો હતો. અને કૃષ્ણ કનૈયાલાલ કી જય ના નારા સાથે સમગ્ર શાળા પરિસર કૃષ્ણમય બની ગયું હતું.
#gujaratniparchhai
Comments
Post a Comment