તવરા સ્માર્ટ મીટરનો વિરોધ,રહીશોને જાણ કર્યા વગર મીટર લગાવાતાં રોષ ફેલાયો

તવરાની શ્રી નિવાસ સોસાયટીમાં સ્માર્ટ મીટરનો વિરોધ,રહીશોને જાણ કર્યા વગર મીટર લગાવાતાં રોષ ફેલાયો

રિપોર્ટર,પિયુષમિસ્ત્રી 

ભરૂચ નજીક આવેલા તવરા ગામની શ્રી નિવાસ સોસાયટીમાં વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીનો રહીશોએ ઉગ્ર વિરોધ કર્યો છે. રહીશોનો આરોપ છે કે તેમને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર કે પૂર્વ મંજૂરી લીધા વિના જ સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા હતા, જેના કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો હતો.


વીજ કંપનીના કર્મચારીઓ મીટર લગાવવા માટે સોસાયટીમાં પહોંચ્યા હતા. જોકે, આ બાબતની જાણ થતાં જ સોસાયટીના રહીશો એકઠા થઈ ગયા હતા અને તેમણે આ કામગીરીનો સખત વિરોધ કર્યો હતો. રહીશોએ આક્ષેપ કર્યો હતો કે સ્માર્ટ મીટર વિશે તેમને કોઈ જ માહિતી આપવામાં આવી નથી અને તેના ફાયદા-ગેરફાયદા વિશે પણ જાણ કરાઈ નથી.

રહીશોના વિરોધ અને રોષને પારખીને વીજ કંપનીના કર્મચારીઓ તાત્કાલિક ત્યાંથી રવાના થઈ ગયા હતા. 


રહીશોએ માંગ કરી છે કે જ્યાં સુધી તેમને સ્માર્ટ મીટર વિશે સંપૂર્ણ અને સંતોષકારક માહિતી આપવામાં ન આવે અને તેમની મંજૂરી ન લેવાય, ત્યાં સુધી આ મીટર લગાવવામાં ન આવે.

 આ ઘટનાએ ફરી એકવાર દર્શાવ્યું છે કે કોઈપણ સરકારી કે ખાનગી યોજનાના અમલીકરણ પહેલાં સ્થાનિક લોકોને વિશ્વાસમાં લેવા અને તેમને પૂરતી જાણકારી આપવી અત્યંત જરૂરી છે.


#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ