૭૯મા સ્વતંત્રતા દિવસ ભરૂચના મુન્શી (મનુબરવાલા) મેમોરીયલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શાળાઓ અને કોલેજોના પરિસરમાં ઉજવાયો

ભરૂચના મુન્શી (મનુબરવાલા) મેમોરીયલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શાળાઓ અને કોલેજોના પરિસરમાં ૭૯મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 


આ કાર્યક્રમમાં ટ્રસ્ટના સ્ટોર ઇન્ચાર્જ શ્રી સુફિયાન રશીદ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.



કાર્યક્રમની શરૂઆતમાં ટ્રસ્ટના ટ્રસ્ટી જનાબ યુનુસભાઈ સાહેબે મુખ્ય મહેમાનનું સ્વાગત પુષ્પગુચ્છથી કર્યું હતું. ત્યારબાદ, હાજી વલી બાપુ દશાનવાલા પ્રાથમિક શાળાની શિક્ષિકા બહેનોએ સૌને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી હતી.



મુખ્ય મહેમાને દેશના ઘડવૈયાઓ અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને દેશની એકતા, સાર્વભૌમત્વ અને સામાન્ય નાગરિકના કલ્યાણ માટે પ્રયાસો કરવા પર ભાર મૂક્યો હતો.



આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે, વી. સી. ટી. ટ્રસ્ટના ટ્રસ્ટી ઇબ્રાહિમભાઈ મનીયાર સાહેબ તરફથી કેકનું વિતરણ કરવામાં આવ્યું હતું

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

ભરૂચ ઉજવાતા ધોધારાવ મહારાજ ની એક_દંત કથા વાંચો વધુ