શિવા ફાર્માકેમ કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બ્લાસ્ટ

દહેજ SEZ-1 માં આવેલી શિવા ફાર્માકેમ કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બ્લાસ્ટ, બે કામદારોના મોત,એક કામદાર ને બરોડાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રિપોર્ટર,પિયુષમિસ્ત્રી ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ SEZ-1 માં ઔદ્યોગિક અકસ્માતોની વણથંભી શ્રેણીમાં વધુ એક કરુણ ઘટનાનો ઉમેરો થયો છે. ગત મોડી રાત્રે શિવા ફાર્મા કંપનીમાં એક રિએક્ટરમાં થયેલા ભયાવહ બ્લાસ્ટના કારણે સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ હૃદયદ્રાવક દુર્ઘટનામાં નિર્દોષ એવા બે કામદારોએ જીવ ગુમાવ્યા હોવાની પ્રાથમિક માહિતી સાંપડી રહી છે, જ્યારે અન્ય એક કામદાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાની વિગતો પણ મળી રહી છે. પ્રાથમિક માહિતી અનુસાર, બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે, નજીકમાં કામ કરી રહેલા કામદારોને બચવાનો કોઈ મોકો મળ્યો ન હોતો. ઘટનાની જાણ થતા જ સેફટી એન્ડ હેલ્થ વિભાગ, સ્થાનિક પોલીસ અને વાગરા મામલતદારની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જોકે, આ પ્રકારની ઘટનાઓ પછી થતી તપાસ અને કાર્યવાહી માત્ર દેખાવ પૂરતી જ હોય છે. તેવો રોષ કામદાર સંગઠન...