ભલુભાઈ ચુડાસમાને સરકારી સહાય મેળવવામાં મદદરૂપ થવા બદલ ટીમનો આભાર માન્યો

દિવ્યાંગ ભલુભાઈ ચુડાસમાને સરકારી સહાય મેળવવામાં મદદરૂપ થવા બદલ ટીમનો આભાર વ્યક્ત કર્યો 

રિપોર્ટર,પિયુષમિસ્ત્રી



આજે અમે વાત કરી રહ્યા છીએ વેજલપુર ભાલીયાવાડના ભલુભાઈ સીદીભાઈ ચુડાસમાની, જેઓ 80% દિવ્યાંગ છે. તેમનું એલ.સી. (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર) ખોવાઈ ગયું હતું. 70 વર્ષ જૂનો રેકોર્ડ હોવાથી શાળામાંથી પણ તે મળી શક્યું ન હતું, જેના કારણે તેમને દિવ્યાંગતા પ્રમાણપત્ર કઢાવવામાં મુશ્કેલી પડી રહી હતી.



આ પરિસ્થિતિમાં, મારુતિનંદન એન્ટરપ્રાઈઝની ટીમે ભલુભાઈની મદદ કરવાનું બીડું ઝડપ્યું. એલ.સી. ન હોવા છતાં, તેમણે સિવિલ હોસ્પિટલમાંથી ઉંમરનો દાખલો કઢાવવામાં મદદ કરી, જેના આધારે ભલુભાઈનું 80% દિવ્યાંગતાનું પ્રમાણપત્ર બની શક્યું.


આ પ્રમાણપત્ર બન્યા પછી, ભલુભાઈને સરકારની મળવાપાત્ર વિવિધ સહાયોનો લાભ મળ્યો. તેમને મફત બસ પાસ કઢાવી આપવામાં આવ્યો, વૃદ્ધ પેન્શન યોજના અંતર્ગત માસિક ₹1250/- મળતા થયા, અને સમાજ સુરક્ષા ખાતામાંથી તેમને વ્હીલચેર પણ અપાવવામાં આવી.


આ સમગ્ર સત્કાર્યમાં મારુતિ નંદન એન્ટરપ્રાઈઝની ટીમમાંથી  અરુણમામા, કમલેશભાઈ, જયુભાઈ, ભદ્રેશભાઈ, જેન્તીમામા, તેમજ ખારવા પંચના ટ્રસ્ટી વસંતમાસા અને હાસોટી પંચના ટ્રસ્ટી છીતુભાઈ, અને જયેશભાઈ માછીએ સહકાર આપ્યો, તે બદલ વેજલપુર ખારવા પંચના મહામંત્રી ઉમેશ મિસ્ત્રીએ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.


આ ખરેખર એક પ્રશંસનીય કાર્ય છે, જે સમાજમાં નિરાધાર અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાની પ્રેરણા પૂરી પાડે છે.

#gujaratniparchhai 


Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો