કોહલર કંપની ના ડિરેક્ટરો તથા મેનેજર સામે તલોદરા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા લેન્ડ ગ્રેબિંગ ની ફરિયાદ દાખલ

ઝઘડિયા જીઆઇડીસી ની કોહલર કંપની ના ડિરેક્ટરો તથા મેનેજર સામે તલોદરા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા લેન્ડ ગ્રેબિંગ ની ફરિયાદ દાખલ કરી જમીન નો કબજો પરત મેળવવા કોર્ટમાં દાવો 



રિપોર્ટર,પરેશપ્રજાપતિ 

લેન્ડ ગ્રેબિગ મુજબ કાર્યવાહી કરવા કંપનીના તમામ ડિરેક્ટરો અને મેનેજર સહિત તમામ સામે જીલ્લા કલેકટર ફરિયાદ દાખલ કરવા અરજી આપવામાં આવી 


કોહલર કંપની દ્વારા ગેરકાયદેસર રીતે તલોદરા ગ્રુપ ગ્રામ પંચાયતની જમીન પર કબજો કરી દિવાલ બનાવી દેવામાં આવી હોવાનો સરપંચે આક્ષેપ કર્યો


 ઝઘડિયા તાલુકાની તલોદરા ગ્રામ પંચાયત દ્વારા પંચાયતની જમીન ઉપર કોહલર ઈન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા બિન અધિકૃત કબજો કરતા તમામ ડિરેક્ટરો અને મૅનેજર સામે ભરૂચ કલેકટર સમક્ષ લેન્ડ ગ્રેબીગ ની ફરિયાદ દાખલ કરી, તેમજ ઝઘડિયા કોર્ટમાં કંપની પાસે થી જમીન પર ગેરકાયદેસર કરેલ કબજો પરત લેવા દાવો દાખલ કર્યો, બનાવની વિગત એવી છે કે ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ કોહલર ઈન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા તલોદરા ગૃપ ગ્રામ પંચાયતની જમીન જે સંપાદન પણ થઇ નથી તેમ છતાં મનસ્વી રીતે ગેરકાયદેસર રીતે બિન અધિકૃત કબજો કરી કમ્પાઉન્ડ વોલ બનાવી દેવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે,


તલોદરા ગૃપ ગ્રામ પંચાયત દ્વારા અવારનવાર કંપનીને તેમજ જવાબદાર રેવેન્યૂ અધિકારીઓને જમીનનો કબજો પરત મેળવવાની ઘણી રજૂઆતો કરી હતી પરંતુ અત્યાર સુધી કોઈ પરિણામ‌ આવ્યું નથી, જેથી તલોદરા ગૃપ ગ્રામ પંચાયત દ્વારા વડોદરાના એડવોકેટ રાકેશ ડી પરમાર ને વકીલ તરીકે નિમેલા અને તેઓના મારફતે અને સલાહ મુજબ કોહલર ઈન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપની ઝઘડિયાના તમામ ડિરેક્ટરો અને મેનેજર સામે ભરૂચ કલેકટર સમક્ષ લેન્ડ ગ્રેબીગ ની ફરિયાદ દાખલ કરી હતી તેમજ ઝઘડિયા કોર્ટમાં કોહલર કંપની દ્વારા ગેરકાયદેસર કબજો પરત લેવા દાવો દાખલ કર્યો હતો, તલોદરા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ અને વકીલ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે  આવી મોટી કંપનીઓ દ્વારા અધિકારીઓના મેળાપીપણામાં સરકારી જમીન ઉપર બિન અધિકૃત કબજો કરતા હોય છે તેવા ઘણા  બનાવો બને છે અને જીઆઇડીસી માં તેનો દાખલો બેસે તે માટે આ કાર્યવાહી કરવાની ફરજ પડી છે અને આવી ઘટનાઓ કંપનીઓ સામે માટે લાલબત્તી સમાન છે તેમ જણાવ્યું હતું. 

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો