જિલ્લામાં પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના રસ્તા અને બ્રીજોના મરામત ની કામગીરી ઝડપથી હાથ ધરાઈ

ભરૂચ જિલ્લામાં પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના રસ્તા અને બ્રીજોના મરામત ની કામગીરી ઝડપથી હાથ ધરાયેલ છે.

ભરૂચ જિલ્લામાં પંચાયત માર્ગ અને મકાન વિભાગના હસ્તકના માર્ગો અને પુલોની સ્થિતિની સલામતી ના હેતુસર, ભરુચ જિલ્લા કલેકટર સાહેબના માર્ગ દર્શન હેઠળ વહીવટી તંત્રની વિશેષ ટીમો બનાવી કામગીરી ઝડપથી અમલમાં લાવવામાં આવ્યું છે.

તા. ૧૧/૦૭/૨૦૨૫ના રોજ સંયુક્ત ટીમોએ અલગ-અલગ વિસ્તારોમાં ફેલાઈને જુદા-જુદા બ્રીજ તથા રસ્તાની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. સુચિત સ્થળોએ તાત્કાલિક ધ્યાન આપીને, તૂટેલા રસ્તાઓ અને જોખમી બન્યા એવા જૂના બ્રીજોની મરામત કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.

જીલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ ની કુલ ૬ ટીમો બનાવી કુલ ૫ મેજર બ્રીજ ૧૫ માઈનોર બ્રીજ ૬૫ સ્લેબ ડ્રેઈન ની ફરીથી ચકાસણી કરવામાં આવી તથા મરામતની કામગીરી પૂર્ણ કરેલ ૩૨ જેટલા રસ્તા પર નિરીક્ષણ કરવામાં આવ્યુ. તેમજ મરામતની કામગીરી પ્રગતિ હેઠળના રસ્તાઓને ઝડપી પૂર્ણ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી.

આ રસ્તા રીપેરની કામગીરીથી નાગરિકોને ભોગવવી પડતી મુશ્કેલી ઓથી રાહત મળી રહી છે અને લોકોમાં સંતોષની લાગણી જોવા મળી છે.

ભવિષ્યમાં આવી તકલીફો ના ઉભી થાય અને રસ્તાઓ સલામત તથા અનુકૂળ રહી શકે એ માટે જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ સતત કાર્યરત છે.

વધુમાં અત્રેના વિભાગ હેઠળ આવેલ પેટા વિભાગીય કચેરી હસ્તકના કુલ ૪૭ રસ્તાઓ પર આજ દિન સુધીમાં પેચવર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. તેમજ મેટલપેયની કામગીરી કાર્યરત છે. તેમજ આગામી દિન ૧૦માં સંપૂર્ણ પેચની કામગીરી પૂર્ણ થાય તે મુજબનું આયોજન હાથ પટેલ છે.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો