શાળા પ્રવેશોત્સવ' અંતર્ગત શિક્ષણ સામગ્રી અને ભોજન માટે સ્ટીલ પ્લેટનું સહાય બિરલા કોપર કંપની દ્વારા કરવામાં આવી

બિરલા કોપર દહેજ દ્વારા 'શાળા પ્રવેશોત્સવ' અંતર્ગત શિક્ષણ સામગ્રી અને ભોજન માટે સ્ટીલ પ્લેટનું સહાય


રિપોર્ટર,પિયુષમિસ્ત્રી 



બિરલા કોપર દહેજ દ્વારા તેની કોર્પોરેટ સામાજિક જવાબદારી (CSR) પહેલના ભાગરૂપે ગુજરાતના ૨૩મા 'શાળા પ્રવેશોત્સવ' અભિયાન અંતર્ગત શિક્ષણ અને ભોજન સહાય પૂરી પાડી છે. ૨૬ જૂનથી ૨૮ જૂન, ૨૦૨૫ દરમિયાન રાજ્યભરની શાળાઓમાં યોજાયેલા આ કાર્યક્રમમાં બિરલા કોપરે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.

આ પહેલ હેઠળ, બિરલા કોપર દહેજે વાગરા તાલુકાની ૯૬ સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના અંદાજે ૧૩,૭૦૦ ગ્રામીણ વિદ્યાર્થીઓને શિક્ષણ સામગ્રી પૂરી પાડી છે. આ ઉપરાંત, કંપનીએ ભરૂચ તાલુકાની ૧૪૩ શાળાઓમાં PM પોષણ યોજના (મધ્યાહન ભોજન) માટે ૧૮,૬૩૨ સ્ટીલ પ્લેટોની પણ સહાય કરી છે.


આ કાર્યક્રમમાં સરકારી અધિકારીઓ, એમએલએ વાગરા, ગ્રામ પંચાયત સભ્યો, તાલુકા પંચાયત સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહીને ગ્રામીણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. કેટલાક ગામોમાં યુનિટ હેડ, CSR ટીમ, કોર્પોરેટ અફેર્સ ટીમના વરિષ્ઠ અધિકારીઓએ પણ હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન સરકારી અધિકારીઓ અને ગ્રામજનોએ બિરલા કોપરના CSR પ્રયાસોની સરાહના કરી હતી.


નોંધનીય છે કે બિરલા કોપર દહેજ દ્વારા શિક્ષણ સામગ્રી છેલ્લા ૧૫ વર્ષથી વાગરા તાલુકાની તમામ સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને સતત પૂરી પાડવામાં આવી રહી છે. અને ગયા વર્ષે પણ ભરૂચ જિલ્લાના વાગરા, નેત્રંગ અને વાલિયા એમ ત્રણ તાલુકાઓની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ભોજન માટે ૧૬,૨૫૬ સ્ટીલ પ્લેટોનું વિતરણ કરવામાં આવ્યું હતું.



બિરલા કોપર દહેજ શિક્ષણ અને સામુદાયિક વિકાસ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને દ્રઢપણે જાળવી રાખે છે.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો