ઝઘડિયા તાલુકાના નવી તરસાલી ગામ ખાતે એએસપી ની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન

ભરૂચ જિલ્લા ના ઝઘડિયા તાલુકાના નવી તરસાલી ગામ ખાતે એએસપી ની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન



રિપોર્ટર,પરેશપ્રજાપતિ 



ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નવી તરસાલી ગામ ખાતે ઝઘડિયા ડિવિઝન એએસપી અજય કુમાર મીણા અને રાજપારડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ગોહિલની અધ્યક્ષતામાં લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, 


લોક દરબારમાં તરસાલી ગામના આગેવાનો સાથે ગામના વિવિધ પ્રશ્નો વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી, ગ્રામ આગેવાનો દ્વારા ગામને લગતી રજૂઆતો એએસપીને કરાઈ હતી, કોઈપણ પરિસ્થિતિમાં કાયદાનું પાલન કરવા તેમજ મોટા વાહનોએ આરટીઓના નિયમોનું પાલન કરવા અને બાઈક ચાલકોએ હેલ્મેટ પહેરવા માટે એ એસ પી દ્વારા ગ્રામજનોને જાગૃતિ માટે આહવાન કરવામાં આવ્યું હતું, 


લોક દરબારમાં તરસાલી ગામના આગેવાનો, તાજિયા કમિટી અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સાથે રાજપારડી પોલીસ દ્વારા તરસાલી ગામમાં આગામી મહોરમના તહેવારને અનુલક્ષીને ફૂટ પેટ્રોલિંગનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો