Posts

Showing posts from April, 2025

રીજેન્સ કંપની દહેજ (ભરુચ) દ્વારા અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થાના 3 દિવ્યાંગ બાળકોને દત્તક યોજના હેઠળ સમાવવામાં

Image
 “ સુખ નો માર્ગ છે બીજાને સુખી કરવાનો.  રિપોર્ટર,પિયુષ મિસ્ત્રી  રીજેન્સ કંપની દહેજ (ભરુચ) દ્વારા અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થાના 3 દિવ્યાંગ બાળકોને દત્તક યોજના હેઠળ સમાવવામાં આવ્યા. સાથે આ બાળકોને વર્ગોમાં લખવામાં સુગમતા રહે તેને અનુલક્ષીને સંસ્થાની જરૂરિયાત ના આધારે 2 વર્ગોમા બેન્ચીઝ આપવામાં આવી.  છેલ્લા 2 વર્ષ થી આ કંપની CSR અંતર્ગત સંસ્થાને સહયોગ કરી રહેલ છે. શ્રીમાન હિતેષભાઈ પટેલ સર ( H.R HEAD ) તથા શ્રીમાન ભાવેશભાઈ સતાની ( HEAD – EHS ) સંસ્થાની મુલાકાત દરમાયન જણાવ્યુ કે તેઓને સંસ્થાના કાર્યોથી સંતોષ થાય છે સંસ્થાને વધારે સહયોગી બની શકાય તેવા પ્રયત્ન કરવાનું મન થાય છે. ગુજરાત ના દરેક જિલ્લાઓના અંતરીયાળ ગામડાઓમાંથી આવેલા મનોદિવ્યાંગ બાળકોને ઉત્તમ તમામ સુવિધાઓ અહી નિઃશુલ્ક રીતે પૂરી પાડવામાં આવે છે.બાળકોના ચેહરા પર આનંદ ના ઓડકાર ઝળકતા દેખાય છે. તે જોઇને અમોને સંતોષ થાય છે, તેવું કંપનીના અધિકારીશ્રીઓએ જણાવેલ.           એક હકીકત એ પણ છે કે જ્યારે ”સમાજથી પૂરતો, યોગ્ય સહયોગ મળે ત્યાંરે આવી સેવાકીય સંસ્થાઓ સાચા અર્થમાં કાર્ય કરી શક...

ઉમલ્લા અને નર્મદા ચોકડી નજીકથી રેતીનું બિનઅધિકૃત રીતે વહન કરતી 4 ટ્રક ઝડપી

Image
ભરૂચ ખાણ ખનીજ વિભાગે ઉમલ્લા અને નર્મદા ચોકડી નજીકથી રેતીનું બિનઅધિકૃત રીતે વહન કરતી 4 ટ્રક ઝડપી પાડી રિપોર્ટર, પિયુષ મિસ્ત્રી ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃતિ મળી આવ્યેથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી ભરૂચ જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃતિ મળી આવ્યેથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અન્વયે ભૂસ્તરશાસ્ત્રીની સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા શુક્રવાર વહેલી સવારે ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ખાતે તેમજ ભરૂચની નર્મદા ચોકડી, ખાતે આકસ્મિક ખનીજ વહન તપાસ હાથ ધરવામાં આવી હતી.  આ તપાસ દરમ્યાન સાદી રેતી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૦૪ વાહનો ટ્રક નંબર- (૧) GJ-06-AV-7283 (૨) GJ-16-Z-1826 (૩) GJ-16-AW-9769(૪) DD-01-P-9496 ને સીઝ કરી અંદાજિત કુલ- ૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ઉમલ્લા પોલીસ સ્ટેશન તેમજ જિલ્લા સેવા સદન, ભરૂચ ખાતે ટ્રકને સિઝ કરવ...

ગંધારના સંયુકત ઉપક્રમે ૨૨મો સમૂહ લગ્નોત્સવ ભવ્ય અને ભાઈચારા ભર્યા માહોલમાં યોજાયો

Image
ગંધાર ખાતે ૨૨મો સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે યોજાયો ૧૫ ગામ માછી-પટેલ સમાજના ૧૮ યુગલોએ લઈધા દાંપત્યજીવનમાં પગલા રિપોટર,પિયુષમિસ્ત્રી  ભરૂચ જિલ્લાના ગંધાર ગામે તારીખ ૨૦ એપ્રિલ, ૨૦૨૫ના રોજ ૧૫ ગામ માછી-પટેલ સમાજ વિકાસ મંડળ ભરૂચ અને સમૂહ લગ્ન સમિતિ ગંધારના સંયુકત ઉપક્રમે ૨૨મો સમૂહ લગ્નોત્સવ ભવ્ય અને ભાઈચારા ભર્યા માહોલમાં યોજાયો https://youtube.com/shorts/l2GMWGXqQak?si=VbLIhRlj6MASmDiI આ સમૂહ લગ્નોત્સવમાં સમાજના ૧૮ યુગલોએ ધાર્મિક વિધિ અનુસાર લગ્ન કરીને નવા જીવનની શરૂઆત કરી. આજના સમયમાં લગ્ન પ્રસંગો ખર્ચાળ બન્યા છે, અને દરેક પરિવાર માટે તેનો ખર્ચ વહન કરવો શક્ય બનતું નથી. આવી પરિસ્થિતિમાં સમાજના સહયોગથી આયોજિત સમૂહ લગ્નોત્સવો જેવી વ્યવસ્થાઓ ખૂબ સહાયરૂપ સાબિત થઈ રહી છે. ૧૫ ગામ માછી-પટેલ સમાજ વિકાસ મંડળ દ્વારા અત્યાર સુધીમાં ૨૧ સમૂહ લગ્નોત્સવોનું સફળ આયોજન કરવામાં આવ્યું છે. લોકોના ઉમદા સહયોગ અને સંકલનના આધારે આ વર્ષે પણ ૨૨મો સમૂહ લગ્નોત્સવ સફળતાપૂર્વક યોજાયો. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી અને વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ ખાસ ઉપસ્થિતિ આપી નવદંપતિઓને આ...

નેત્રંગના એક મકાનમાં રાખેલ જ્વલનશીલ પેટ્રોલિયમ પદાર્થનો જથ્થો ઝડપી પાડતી પોલીસ

Image
નેત્રંગના અશનાવી ગામે એક મકાનમાં રાખેલ જ્વલનશીલ પેટ્રોલિયમ પદાર્થનો જથ્થો ઝડપી લીધો રિપોર્ટ નેત્રંગદિવ્યાગ મીસ્ત્રી  પોલીસે કુલ રૂપિયા ૧.૪૧ લાખના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી લીધો ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના અશનાવી ગામેથી ભરૂચ એસઓજી ની ટીમે એક મકાનમાંથી જ્વલનશીલ પેટ્રોલિયમ પદાર્થનો રૂપિયા ૧૪૧૮૦૦ નો જથ્થો કબ્જે લઇને આ ગુના હેઠળ એક ઇસમને ઝડપી લીધો હતો અને તેના વિરૂધ્ધ નેત્રંગ પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો. મળતી વિગતો મુજબ ભરૂચ એસઓજી પીઆઇ એ.એ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમને નેત્રંગ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળેલ કે નેત્રંગ રાજપારડી રોડ પર આવેલ અશનાવી ગામે રહેતા હરેશ વસાવાએ તેના ઘરની સામે બનાવેલ ઓરડીમાં ગેરકાયદેસર ડિઝલનો મોટો જથ્થો સંગ્રહ કરેલ છે.પોલીસે મળેલ બાતમી મુજબના સ્થળે જઇને રેઇડ કરતા ઘરની ઓરડીમાં પ્લાસ્ટિકના બેરલ તેમજ કેનમાં શંકાસ્પદ પ્રવાહી ભરેલ હોવાનું જણાયું હતું.આ પ્રવાહી ડિઝલ હોવાનું જણાયું હતું. સ્થળ ઉપરથી બેરલો તેમજ કેનમાં ભરેલ ૧૦૩૦ લીટર ડિઝલ મળી આવતા પોલીસે સદર ઇસમ પાસે ડિઝલનો સંગ્રહ તેમજ વેચાણ કરવા માટેનો પરવાનો માંગતા તે મળી શકેલ નહી,તેથી પોલ...

મહાવીર જ્યંતીની પવિત્ર તિથીએ મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિત્તે મહાવીર શાસન શોભાયાત્રાનું ભવ્ય આયોજન

Image
મહાવીર જ્યંતી નિમિત્તે મહાવીર શાસન શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરાયું  રિપોર્ટર,પિયુષ મિસ્ત્રી  આજ રોજ મહાવીર જ્યંતીની પવિત્ર તિથીએ મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિત્તે મહાવીર શાસન શોભાયાત્રાનું ભવ્ય આયોજન સીમિત તરફથી કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા શક્તિનાથ દેરાસરથી આરંભ પામી હતી અને કલામંદિર, દિગંબર દેરાસર, પાંચબત્તી, સાલીમાર, સોનેરી મહેલ સર્કલ અને શ્રીમળી પોળ દેરાસર સુધી સમગ્ર શહેરમાં ભક્તિમય માહોલ વચ્ચે વિહાર કર્યો હતો. શોભાયાત્રામાં નાના બાળકો સુંદર વેશભૂષામાં સહભાગી બન્યા હતા અને તેમને ઈનામથી આપવામાં આવ્યા હતા. યાત્રા દરમિયાન ભક્તો માટે પ્રસાદીનું વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી અને ઘોડાપૂર ઉમટ્યું હતું. ચૌવિહાર ભક્તિનો લાભ શેઠ શ્રી પૂનમચંદ્ર દેવચંદ્ર શ્રોફ પરિવાર તરફથી આપવામાં આવ્યો હતો. યાત્રામાં ભરૂચના ભક્તો પણ ઉમંગપૂર્વક જોડાયા હતા. આ સમગ્ર ભવ્ય આયોજન માટે યુવા સંગઠનના જીતેલા હ્રદયથી કાર્યરત સભ્યો જેનિશ શાહ, નિલેશભાઈ શાહ, લોકેશભાઈ, દિવેશભાઈ અને નિત્યાભાઈએ આગવી ભૂમિકા ભજવી હતી. સાથે સાથે નીરવભાઈ શાહ, ધ્રુવીલભાઈ શાહ, પ્રિયાંશ સાહેબ...

રોયલ્ટીની વસુલાત કરી ભરૂચ ખાણખનીજે સમગ્ર ગુજરાત રાજ્યમાં ત્રીજુ સ્થાન પ્રાપ્ત

Image
ભરૂચ ખાણખનીજ વિભાગે ગત વર્ષે રૂ.૧૧૨૦૪.૩૫ લાખની રોયલ્ટીની વસુલાત કરી સમગ્ર ગુજરાત રાજ્યમાં ત્રીજુ સ્થાન પ્રાપ્ત કર્યું રિપોટ,પિયુષમિસ્ત્રી  ભરૂચ જિલ્લામાં હાલ ખનિજની કુલ ૨૧૧ કાર્યરત લીઝો આવેલી છે. સરકારની તિજોરીમાં વર્ષ ૨૦૨૪-૨૫માં અંદાજિત રૂ.૧૧૨૦૪.૩૫ લાખની રોયલ્ટીની આવકની વસુલાત કરી ભરૂચ જિલ્લામાં હાલ ખનિજની કુલ ૨૧૧ કાર્યરત લીઝો આવેલી છે. સરકારની તિજોરીમાં વર્ષ ૨૦૨૪-૨૫માં અંદાજિત રૂ.૧૧૨૦૪.૩૫ લાખની રોયલ્ટીની આવકની વસુલાત કરી સમગ્ર ગુજરાત રાજ્યમાં ત્રીજુ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ભરૂચ જિલ્લામાં વર્ષ ૨૦૨૪-૨૫માં ગેરકાયદેસર ખનિજ ખોદકામ, વહન અને સંગ્રહના ૪૩ જેટલા કેસો કરી, રાજ્ય સરકારની તિજોરીમાં રૂ.૮૫૦.૬૩ લાખની વસુલાત કરવામાં આવી છે. તેમજ જે કિસ્સામાં કસુરદાર દંડકીય રકમ ભરપાઇ કરવા રસ ન ધરાવતા હોય તેવા કસુરદારો સામે ફરીયાદ પણ દાખલ કરવા સુધીની કાર્યવાહી કરાઈ છે. ભરૂચ જિલ્લામાં કોઈ પણ પ્રકારની મંજુરી કે સરકારી પરવાનગી વગર બિનઅધિકૃત ખાણકામ, વહન, સંગ્રહ અંગેના કેસો ઘ્યાને આવતા તપાસ હાથ ધરી, ગુજરાત ખનિજ (ગેરકાયદેસર ખાણકામ, હેરફેર અને સંગ્રહ નિવારણ) નિયમો-૨૦૧૭ ના નિયમોની જોગવાઈ અનુસાર કાર્યવાહી ...

પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને પીએમ પોષણ યોજના અંતર્ગત ભોજન ડીશ વિતરણ

Image
જંબુસર તાલુકાની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને પીએમ પોષણ યોજના અંતર્ગત ભોજન ડીશ વિતરણ કરાય  રિપોર્ટર દેવેન્દ્ર મિસ્ત્રી જંબુસર જંબુસર મામલતદાર કચેરી એમડીએમ શાખા દ્વારા જંબુસર તાલુકાની સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોને ભોજન માટે શોટ્ ગ્લાસ પ્રાઇવેટ લિમિટેડના સૌજન્યથી ભોજન ડીશ વિતરણ કાર્યક્રમ જંબુસર તાલુકાના કલક ગામે સ્વ દેવીલબા છત્રસિંહ રાજ સાર્વજનિક હોલ ખાતે ધારાસભ્ય ડી કે સ્વામીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.જેમાં જંબુસર તાલુકાની 80 જેટલી શાળાના 14,200 બાળકોને લાભ પ્રાપ્ત થશે.  જંબુસર તાલુકાના અણખી ગામ પાસે આવેલ શોટ ગ્લાસ પ્રાઇવેટ લિમિટેડ કંપની સંચાલકો દ્વારા વખતો વખત સામાજિક શૈક્ષણિક સહિતની સેવાઓ પૂરી પાડવામાં આવે છે.તે જ રીતે પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના એમડીએમ શાખા મામલતદાર કચેરી તરફથી જંબુસર તાલુકાની 80 શાળાના બાળકોના ભોજન માટે શોટ ગ્લાસ પ્રાઇવેટ લિમિટેડના સૌજન્યથી ભોજન ડીશ વિતરણ કાર્યક્રમ કલક સાર્વજનિક હોલ ખાતે જંબુસર મતવિસ્તાર ધારાસભ્ય ડી કે સ્વામીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં જિલ્લા પુરવઠા અધિકારી પ્રશાંત ગામીત ,સીએસઆર ભરૂચ અલ્કેશ ચૌહાણ,મામલતદાર એન ...