નેત્રંગના એક મકાનમાં રાખેલ જ્વલનશીલ પેટ્રોલિયમ પદાર્થનો જથ્થો ઝડપી પાડતી પોલીસ

નેત્રંગના અશનાવી ગામે એક મકાનમાં રાખેલ જ્વલનશીલ પેટ્રોલિયમ પદાર્થનો જથ્થો ઝડપી લીધો

રિપોર્ટ નેત્રંગદિવ્યાગ મીસ્ત્રી 


પોલીસે કુલ રૂપિયા ૧.૪૧ લાખના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી લીધો

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના અશનાવી ગામેથી ભરૂચ એસઓજી ની ટીમે એક મકાનમાંથી જ્વલનશીલ પેટ્રોલિયમ પદાર્થનો રૂપિયા ૧૪૧૮૦૦ નો જથ્થો કબ્જે લઇને આ ગુના હેઠળ એક ઇસમને ઝડપી લીધો હતો અને તેના વિરૂધ્ધ નેત્રંગ પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો. મળતી વિગતો મુજબ ભરૂચ એસઓજી પીઆઇ એ.એ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમને નેત્રંગ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળેલ કે નેત્રંગ રાજપારડી રોડ પર આવેલ અશનાવી ગામે રહેતા હરેશ વસાવાએ તેના ઘરની સામે બનાવેલ ઓરડીમાં ગેરકાયદેસર ડિઝલનો મોટો જથ્થો સંગ્રહ કરેલ છે.પોલીસે મળેલ બાતમી મુજબના સ્થળે જઇને રેઇડ કરતા ઘરની ઓરડીમાં પ્લાસ્ટિકના બેરલ તેમજ કેનમાં શંકાસ્પદ પ્રવાહી ભરેલ હોવાનું જણાયું હતું.આ પ્રવાહી ડિઝલ હોવાનું જણાયું હતું. સ્થળ ઉપરથી બેરલો તેમજ કેનમાં ભરેલ ૧૦૩૦ લીટર ડિઝલ મળી આવતા પોલીસે સદર ઇસમ પાસે ડિઝલનો સંગ્રહ તેમજ વેચાણ કરવા માટેનો પરવાનો માંગતા તે મળી શકેલ નહી,તેથી પોલીસે આ શંકાસ્પદ પ્રવાહીની ખરાઇ કરવા તેમજ સ્થળ તપાસ કરવા નેત્રંગ મામલતદાર (પુરવઠા વિભાગ) ને બોલાવી તેમના માર્ગદર્શન મુજબ સ્થળ ઉપરથી મળેલ બેરલો અને કેનમાંથી થોડું શંકાસ્પદ પ્રવાહી નમુના તરીકે લીધું હતું. પોલીસે સ્થળ ઉપરથી મળેલ ડિઝલનો જથ્થો ,પ્લાસ્ટિકની ગરણી, પાઇપ સહિત કુલ રૂપિયા ૧૪૧૮૦૦ નો મુદ્દામાલ કબ્જે લઇને હરેશ મનુભાઇ વસાવા રહે.ગામ અશનાવી તા.નેત્રંગના વિરુધ્ધ નેત્રંગ પોલીસમાં ફરિયાદ લખાવી હતી. વધુમાં મળતી વિગતો મુજબ સદર ઇસમ પોતે અન્ય ભારે વાહનોના ડ્રાઇવરો પાસેથી સસ્તા ભાવે ડિઝલ ખરીદીને તેનું વેચાણ કરતો હોવાનું પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું. આ શંકાસ્પદ પ્રવાહીનો નમુનો ફોરેન્સિક તપાસ માટે સુરત મોકલી આપવામાં આવ્યો હતો.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો