પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને પીએમ પોષણ યોજના અંતર્ગત ભોજન ડીશ વિતરણ

જંબુસર તાલુકાની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને પીએમ પોષણ યોજના અંતર્ગત ભોજન ડીશ વિતરણ કરાય 


રિપોર્ટર દેવેન્દ્ર મિસ્ત્રી જંબુસર


જંબુસર મામલતદાર કચેરી એમડીએમ શાખા દ્વારા જંબુસર તાલુકાની સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોને ભોજન માટે શોટ્ ગ્લાસ પ્રાઇવેટ લિમિટેડના સૌજન્યથી ભોજન ડીશ વિતરણ કાર્યક્રમ જંબુસર તાલુકાના કલક ગામે સ્વ દેવીલબા છત્રસિંહ રાજ સાર્વજનિક હોલ ખાતે ધારાસભ્ય ડી કે સ્વામીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.જેમાં જંબુસર તાલુકાની 80 જેટલી શાળાના 14,200 બાળકોને લાભ પ્રાપ્ત થશે. 


જંબુસર તાલુકાના અણખી ગામ પાસે આવેલ શોટ ગ્લાસ પ્રાઇવેટ લિમિટેડ કંપની સંચાલકો દ્વારા વખતો વખત સામાજિક શૈક્ષણિક સહિતની સેવાઓ પૂરી પાડવામાં આવે છે.તે જ રીતે પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના એમડીએમ શાખા મામલતદાર કચેરી તરફથી જંબુસર તાલુકાની 80 શાળાના બાળકોના ભોજન માટે શોટ ગ્લાસ પ્રાઇવેટ લિમિટેડના સૌજન્યથી ભોજન ડીશ વિતરણ કાર્યક્રમ કલક સાર્વજનિક હોલ ખાતે જંબુસર મતવિસ્તાર ધારાસભ્ય ડી કે સ્વામીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં જિલ્લા પુરવઠા અધિકારી પ્રશાંત ગામીત ,સીએસઆર ભરૂચ અલ્કેશ ચૌહાણ,મામલતદાર એન એસ વસાવા, નાયબ મામલતદાર મહેસુલ નવલભાઇ, સુપરવાયઝર અજયભાઈ રાવલ,એચઆર મેનેજર વિશાલ આનંદ,સંજય સિંહ,જંબુસર તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ,શહેર પ્રમુખ મનનભાઈ પટેલ,બીઆરસી અશ્વિનભાઈ પઢિયાર સહિત ઉપસ્થિત રહ્યા હતા. 


કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય, બાળાઓ દ્વારા સ્વાગત ગીત સાથે પુષ્પગુચ્છ થી સ્વાગત કરાયું હતું. તથા બાળકોને ભોજન માટેની ડીશ ઉપસ્થિત મહેમાનોના હસ્તે શાળા સંચાલક,આચાર્યને તથા બાળકોને વિતરણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય દ્વારા કંપની સંચાલકોનો આભાર વ્યક્ત કર્યો હતો. અને શિક્ષણ એ ત્રીજું નેત્ર છે તેનાથી વધુ પ્રગતિ થાય,અંધશ્રદ્ધા દૂર થાય છે, જીવનના તમામ ક્ષેત્રમાં શિક્ષણ જરૂરી છે.માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શાસન સાંભળ્યું ત્યારથી શિક્ષણ પ્રવૃત્તિ માટે બજેટ ફાળવી કોઈ શિક્ષણથી વંચિત જાય તે માટે પ્રયત્નો કરે છે.બાળકો કુપોષણનો ભોગ ના બને તે માટે સતત ચિંતિત છે. બાળકોને ભણતર સાથે સાત્વિક ભોજન,પૌષ્ટિક આહાર મળે તે માટે આયોજનો કરે છે.દરેક સાક્ષર થાય વડાપ્રધાન નું સ્વપ્ન છે આગામી 2047માં ભારત દેશ વિશ્વ ગુરુ બને તેના સાક્ષી આ પેઢી બનશે આ સહિત કંપની સંચાલકો જંબુસર તાલુકા ની સ્કૂલમાં શિક્ષણ માટે વધુને વધુ સહયોગ આપે તેવી આશા વ્યક્ત કરી હતી. 

એચ આર મેનેજર વિશાલ આનંદે વાલીઓને ટકોર કરતા જણાવ્યું હતું કે બાળકોને શિક્ષણથી વંચિત નહીં કરતા બાળકોનું બાળપણ રમતગમતમાં પસાર કરો તેના માટે સ્કૂલે જવું જરૂરી છે.આ બાળકો આપણા દેશનું ભવિષ્ય છે આપણું ગૌરવ છે.દરેકને સારું શિક્ષણ મળે,પોષણ મળે,સ્વચ્છતા મળે તે માટે કંપની સંચાલકો સતત પ્રયત્નશીલ રહે છે.આ પ્રસંગે, મધ્યાહન ભોજન યોજના સંઘ પ્રમુખ દલસુખભાઈ પઢીયાર, ઉપપ્રમુખ હેમંતભાઈ પરમાર,ગામ સરપંચ ઇન્દ્રવદનભાઈ લીમ્બચીયા, મહામંત્રી રાઉલજી,તાલુકા અગ્રણીઓ, એમડીએમ સંચાલકો, આચાર્યો,બીઆરસી સ્ટાફ સહિત બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો