રીજેન્સ કંપની દહેજ (ભરુચ) દ્વારા અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થાના 3 દિવ્યાંગ બાળકોને દત્તક યોજના હેઠળ સમાવવામાં

 “ સુખ નો માર્ગ છે બીજાને સુખી કરવાનો. 


રિપોર્ટર,પિયુષ મિસ્ત્રી 


રીજેન્સ કંપની દહેજ (ભરુચ) દ્વારા અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થાના 3 દિવ્યાંગ બાળકોને દત્તક યોજના હેઠળ સમાવવામાં આવ્યા. સાથે આ બાળકોને વર્ગોમાં લખવામાં સુગમતા રહે તેને અનુલક્ષીને સંસ્થાની જરૂરિયાત ના આધારે 2 વર્ગોમા બેન્ચીઝ આપવામાં આવી. 


છેલ્લા 2 વર્ષ થી આ કંપની CSR અંતર્ગત સંસ્થાને સહયોગ કરી રહેલ છે. શ્રીમાન હિતેષભાઈ પટેલ સર ( H.R HEAD ) તથા શ્રીમાન ભાવેશભાઈ સતાની ( HEAD – EHS ) સંસ્થાની મુલાકાત દરમાયન જણાવ્યુ કે તેઓને સંસ્થાના કાર્યોથી સંતોષ થાય છે સંસ્થાને વધારે સહયોગી બની શકાય તેવા પ્રયત્ન કરવાનું મન થાય છે. ગુજરાત ના દરેક જિલ્લાઓના અંતરીયાળ ગામડાઓમાંથી આવેલા મનોદિવ્યાંગ બાળકોને ઉત્તમ તમામ સુવિધાઓ અહી નિઃશુલ્ક રીતે પૂરી પાડવામાં આવે છે.બાળકોના ચેહરા પર આનંદ ના ઓડકાર ઝળકતા દેખાય છે. તે જોઇને અમોને સંતોષ થાય છે, તેવું કંપનીના અધિકારીશ્રીઓએ જણાવેલ. 

       

 એક હકીકત એ પણ છે કે જ્યારે ”સમાજથી પૂરતો, યોગ્ય સહયોગ મળે ત્યાંરે આવી સેવાકીય સંસ્થાઓ સાચા અર્થમાં કાર્ય કરી શકતી હોય છે .   

સંસ્થા પરિવાર કંપનીનો આભાર વ્યક્ત કરે છે.

#Gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો