ગંધારના સંયુકત ઉપક્રમે ૨૨મો સમૂહ લગ્નોત્સવ ભવ્ય અને ભાઈચારા ભર્યા માહોલમાં યોજાયો

ગંધાર ખાતે ૨૨મો સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે યોજાયો

૧૫ ગામ માછી-પટેલ સમાજના ૧૮ યુગલોએ લઈધા દાંપત્યજીવનમાં પગલા


રિપોટર,પિયુષમિસ્ત્રી 


ભરૂચ જિલ્લાના ગંધાર ગામે તારીખ ૨૦ એપ્રિલ, ૨૦૨૫ના રોજ ૧૫ ગામ માછી-પટેલ સમાજ વિકાસ મંડળ ભરૂચ અને સમૂહ લગ્ન સમિતિ ગંધારના સંયુકત ઉપક્રમે ૨૨મો સમૂહ લગ્નોત્સવ ભવ્ય અને ભાઈચારા ભર્યા માહોલમાં યોજાયો


https://youtube.com/shorts/l2GMWGXqQak?si=VbLIhRlj6MASmDiI

આ સમૂહ લગ્નોત્સવમાં સમાજના ૧૮ યુગલોએ ધાર્મિક વિધિ અનુસાર લગ્ન કરીને નવા જીવનની શરૂઆત કરી. આજના સમયમાં લગ્ન પ્રસંગો ખર્ચાળ બન્યા છે, અને દરેક પરિવાર માટે તેનો ખર્ચ વહન કરવો શક્ય બનતું નથી. આવી પરિસ્થિતિમાં સમાજના સહયોગથી આયોજિત સમૂહ લગ્નોત્સવો જેવી વ્યવસ્થાઓ ખૂબ સહાયરૂપ સાબિત થઈ રહી છે.


૧૫ ગામ માછી-પટેલ સમાજ વિકાસ મંડળ દ્વારા અત્યાર સુધીમાં ૨૧ સમૂહ લગ્નોત્સવોનું સફળ આયોજન કરવામાં આવ્યું છે. લોકોના ઉમદા સહયોગ અને સંકલનના આધારે આ વર્ષે પણ ૨૨મો સમૂહ લગ્નોત્સવ સફળતાપૂર્વક યોજાયો.

આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી અને વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ ખાસ ઉપસ્થિતિ આપી નવદંપતિઓને આશીર્વાદ આપ્યા હતા.તે ઉપરાંત સમાજના અનેક અગ્રણીઓ, યજમાનોએ શુભકામનાઓ પાઠવી હતી. આ લગ્નોત્સવ દરમિયાન લગભગ ૭,૦૦૦થી વધુ લોકોની ભવ્ય ઉપસ્થિતિમાં શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો