મહાવીર જ્યંતીની પવિત્ર તિથીએ મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિત્તે મહાવીર શાસન શોભાયાત્રાનું ભવ્ય આયોજન

મહાવીર જ્યંતી નિમિત્તે મહાવીર શાસન શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરાયું 

રિપોર્ટર,પિયુષ મિસ્ત્રી 



આજ રોજ મહાવીર જ્યંતીની પવિત્ર તિથીએ મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિત્તે મહાવીર શાસન શોભાયાત્રાનું ભવ્ય આયોજન સીમિત તરફથી કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા શક્તિનાથ દેરાસરથી આરંભ પામી હતી અને કલામંદિર, દિગંબર દેરાસર, પાંચબત્તી, સાલીમાર, સોનેરી મહેલ સર્કલ અને શ્રીમળી પોળ દેરાસર સુધી સમગ્ર શહેરમાં ભક્તિમય માહોલ વચ્ચે વિહાર કર્યો હતો.


શોભાયાત્રામાં નાના બાળકો સુંદર વેશભૂષામાં સહભાગી બન્યા હતા અને તેમને ઈનામથી આપવામાં આવ્યા હતા. યાત્રા દરમિયાન ભક્તો માટે પ્રસાદીનું વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી અને ઘોડાપૂર ઉમટ્યું હતું.

ચૌવિહાર ભક્તિનો લાભ શેઠ શ્રી પૂનમચંદ્ર દેવચંદ્ર શ્રોફ પરિવાર તરફથી આપવામાં આવ્યો હતો. યાત્રામાં ભરૂચના ભક્તો પણ ઉમંગપૂર્વક જોડાયા હતા.

આ સમગ્ર ભવ્ય આયોજન માટે યુવા સંગઠનના જીતેલા હ્રદયથી કાર્યરત સભ્યો જેનિશ શાહ, નિલેશભાઈ શાહ, લોકેશભાઈ, દિવેશભાઈ અને નિત્યાભાઈએ આગવી ભૂમિકા ભજવી હતી. સાથે સાથે નીરવભાઈ શાહ, ધ્રુવીલભાઈ શાહ, પ્રિયાંશ સાહેબ, હેમલભાઈ શાહ અને પુનિતભાઈ શાહે પણ પૂરેપૂરો સહયોગ આપ્યો હતો.

#gujaratniparchhai 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો