દિપક નાઇટ્રાઇટ કંપની માંથી11 લાખના કેમિકલની ચોરી

વધુ એક કંપની માં ચોરી નો બનાવ બન્યો,જાણો વિગત દિપક નાઇટ્રાઇટ કંપની માંથી11 લાખના કેમિકલની ચોરી ભરૂચ દહેજમાં દિપક નાઇટ્રાઇટ કંપનીમાં હાઇડ્રોજનમાં રિએક્શનની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે ઉપયોગી કેટાલિસ્ટ કેમિકલ મહારાષ્ટ્રના ડોંબીવલી ખાતેની ઇવોનિક કેટાલીસ્ટ કંપનીમાંથી મંગાવ્યું હતું. તેમણે કુલ 38.15 લાખની મત્તાનું 89.51 કિગ્રા જેટલું કેટાલિસ્ટ કેમિકલ મંગાવ્યું હતું .જે તેમણે કંપનીના વેરહાઉસમાં અલગથી બનાવેલાં પતરાનું નાનું કેબીન બનાવી તેમાં રાખ્યું હતું. કંપનીમાં પ્રોડક્શનમાં તેમણે કુલ 62 કિલો જેવું કેટાલિસ્ટ કેમિકલ વાપર્યું હતું. જે પૈકીનું 11.50 લાખની મત્તાનું 27 કિલો કેટાલિસ્ટ એક કારબામાં ભરી વેરહાઉસના કેબીનમાં મુક્યું હતું. કેબીનને બંધ કરી તેની ચાવી સ્ટોર એક્ઝિક્યુટીવ વિનોદ સહાયની પાસે હતી. દરમિયાનમાં ગઇકાલે કંપનીમાં કેટાલિસ્ટ કેમિકલની જરૂરિયાત હોઇ તે લેવા જતાં કેબીનનું તાળું તુટેલું હોવાનું જણાયું હતું. જેથી કોઇ ચોરે તેમના વેરહાઉસમાંથી ચોરી કરી જતાં કોર્મશિયલ મેનેજરે દહેજ પોલીસમાં ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. #gujaratniparchhai રિપોર્ટર ભરૂચ પિયુષ...