ગુજરાત પ્રદેશ પત્રકાર એકતા પરિષદના અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયા દ્વારા ગુજરાત પત્રકાર એકતા પરિષદના ચાર ઉપપ્રમુખોની વરણી કરવામાં આવી

ગુજરાત પત્રકાર એકતા પરિષદના અધ્યક્ષ દ્વારા ચાર ઉપપ્રમુખોની વરણી કરાઈ


ગુજરાત પ્રદેશ પત્રકાર એકતા પરિષદના અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયા દ્વારા ગુજરાત પત્રકાર એકતા પરિષદના ચાર ઉપપ્રમુખોની વરણી કરવામાં આવી જેમાં પાટણ ન્યુઝ ના કમલેશભાઈ પટેલ પાટણ, અરવલ્લી જિલ્લાના શૈલેષ કે પંડ્યા સંદેશ ન્યુઝ ચેનલ, રાજકોટ જિલ્લાના ધર્મેશ ભાઈ વસંત લોક ફરીયાદ,કચ્છ ભૂજ જિલ્લામાંથી અને જયમલ સિંહ જાડેજા માં ન્યુઝ આશાપુરા ચેનલના કચ્છ, આમ 4 ઉપપ્રમુખોની વરણી કરવામાં આવી છે..

 ગુજરાત પત્રકાર એકતા પરિષદ ગુજરાતની અંદર 33 જિલ્લા અને 252 તાલુકામાં સંગઠન ની વરણી થઈ ચૂકી છે, અને સાથે 26 જિલ્લાઓનું અધિવેશન પણ થઈ ચૂક્યું છે, આમ પત્રકાર એકતા પરિષદ ગુજરાતના તમામ જિલ્લામાંથી હોદ્દેદારોની વરણી કરવામાં આવી રહી છે.. તો પત્રકાર મિત્રો માટે ખુશી ની વાત છે અને આ ગુજરાત પત્રકાર એકતા પરિષદ વધુમાં વધુ સંગઠન મજબૂત થાય અને પત્રકારોના પ્રશ્નો માટેની રજૂઆત છે સરકારશ્રીમાં વહેલામાં વહેલી તકે પત્રકારોને લાભ મળે તે માટે સંગઠનના તમામ પ્રયાસો ચાલી રહ્યા છે અને ગુજરાતના દરેક જિલ્લામાંથી દરેક પ્રતિનિધિઓ અધીવેશનમાં પહોંચે છે.. અને જે તે જિલ્લામાં અધિવેશન હોય છે ત્યાં દરેક પત્રકારોને પત્રકાર વિશેનું માર્ગદર્શન આપવામાં આવે છે, તેમજ સંગઠન બન્યું ત્યારથી અત્યાર સુધીની કામગીરી નો ચિતાર રજૂ કરે છે, અને આમ સંગઠનના અધ્યક્ષ અને સંગઠનના હોદ્દેદારો દરેક જિલ્લાના અધિવેશનમાં હાજર રહે છે..

દરેક જિલ્લા અધિવેશન માં જિલ્લા પ્રમુખો,ઝોન પ્રભરીઓ,પ્રદેશ હોદ્દેદારો,મહિલા વિગ ની મોટી હાજરી હોય છે,જેની ઉતારા,ભોજન અને ગિફ્ટ સાથે ની વ્યવસ્થાઓ કરવામાં આવે છે,તેમજ આસપાસ ના ઐતિહાસિક સ્થળ નો પ્રવાસ પણ કરવામાં આવે છે..

#gujaratniparchhai 

રિપોર્ટર ભરૂચ

પિયુષ મીસ્ત્રી 

Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો