અંકલેશ્વર જીઆઇડીસી ઝેડ.સી.એલ કંપની માં ફેબ્રિકેશન કામ કરવા આવેલ કર્મચારી પડી જતા મોત

અંકલેશ્વર જીઆઇડીસી ઝેડ.સી.એલ કંપની માં ફેબ્રિકેશન કામ કરવા આવેલ કર્મચારી પડી જતા મોત

કંપનીના પ્લાન્ટ નંબર 5 પાછળ પડેલી હાલત માં માથા ગંભીર ઇજાઓ સાથે મળી આવ્યો 

હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા તબીબે મૃત જાહેર કર્યો  જીઆઇડીસી પોલીસ એ અકસ્માતે મોત ગુનો નોંધી હતી. 

અંકલેશ્વર જીઆઇડીસી ઝેડ.સી.એલ કંપની માં ફેબ્રિકેશન કામ કરવા આવેલ કર્મચારી પડી જતા મોત નીપજ્યું હતું. કંપનીના પ્લાન્ટ નંબર 5 પાછળ પડેલી હાલત માં માથા ગંભીર ઇજાઓ સાથે મળી આવ્યો હતો. હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા તબીબે મૃત જાહેર કર્યો હતો. જીઆઇડીસી પોલીસ એ અકસ્માતે મોત ગુનો નોંધી હતી.

બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ ઝેડ.સી.એલ કંપની ખાતે ફેબ્રીકેશન ના કામ અર્થે મૂળ યુપી.ના અને હાલ સારંગપુર મારૂતીધામ 1 માં રહેતા 35 વર્ષીય સંજય રામવિલાસ વર્મા આવ્યા હતા. 21 માર્ચ ના રોજ સવારે સવા નવ વાગ્યાના અરસામાં પ્લાન્ટ નંબર 5 ના પાછળ ના ભાગ એ જમીન ઉપર પડેલા હતા એના માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી. જેને અન્ય કામદારો ની મદદ થી ત્વરિત અસર થી ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા હતા જ્યાં ફરજ પરના તબીબ એ મૃત ઘોષિત કર્યા હતા. અને ઘટના અંગે જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે મૃતક ના સ્વજન યોગેશ પ્રજાપતિ ની ફરિયાદ આધારે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી  હતી.

#gujaratniparchhai 

રિપોર્ટર અંકલેશ્વર

પિયુષ મીસ્ત્રી


Comments

Popular posts from this blog

ખરોડ ગામની સીમ વિસ્તારમાં ભૂસ્તશાસ્ત્રી નું આકસ્મિક તપાસ હાથ ધરાઇ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

લાચિયો MGVCL નો જુનિયર એન્જિનિયર લાચ લેતા ઝડપાયો